Western Times News

Gujarati News

મોડલિંગથી કંટાળી તેથી એક્ટિંગમાં આવી: નમ્રતા

મુંબઈ, ૧૯૯૩માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નમ્રતા શિરોડકરે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈથી એક્ટિંગ કરીયરની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તે વાસ્તવ અને કચ્ચે ધાગે જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી. આ તમામ પ્રોજેક્ટમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા અને દર્શકોના દિલ પર અલગ છાપ ઉભી કરી હતી. જ્યારે તેનું કરિયર પિક પર હતું ત્યારે સાઉથ એક્ટર મહેશ બાબુ સાથે લગ્ન કરી લીધા અને ઈન્ડસ્ટ્રીને કાયમ માટે અલવિદા કહી દીધું.

તેના આ ર્નિણયથી ફેન્સને પણ આંચકો લાગ્યો હતો. તેમના મનમાં ઘણા સવાલ હતા કે, તેણે કરિયરના પીક પર જ કેમ લગ્ન કર્યા અને ત્યારબાદ કેમ એક્ટિંગ છોડી દીધી. તે વખતે એક્ટ્રેસે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નહોતું. જાે કે, ૧૭ વર્ષ બાદ હાલમાં જ તેણે કરિયરના બદલે લગ્નજીવન કેમ પસંદ કર્યું તેનો ખુલાસો કર્યો છે. નમ્રતા શિરોડકરે જણાવ્યું કે, હું ખૂબ આળસું તી અને કંઈ પ્લાન કર્યું નહોતું.

જે કંઈ થયું તે આપમેળે થતું રહ્યું. હું અત્યારે ગર્વથી કહું શકું છું કે, મેં જે કંઈ ર્નિણય લીધા અને પસંદગી કરી તે યોગ્ય હતી અને તેનાથી હું ખુશ છું. જ્યારે હું એક્ટિંગમાં આવી ત્યારે પણ આળસું જ હતું. હું એટલે જ એક્ટિંગમાં આવી હતી કારણ કે મોડલિંગ કરીને થાકી ગઈ હતી.

જ્યારે હું એક્ટિંગને ગંભીરતાથી લેવા લાગી ત્યારે મારી મુલાકાત મહેશ સાથે થઈ.અમે લગ્ન કરી લીધા. જાે મેં પોતાના કામને ગંભીરતાથી લીધું હોત તો મારું જીવન હાલના સમય કરતાં ઘણું અલગ જ હોત. હું કોઈ ફરિયાદ નથી કરી રહી. મારા જીવનની સૌથી સારી ક્ષણ એ હતી જ્યારે મેં અને મહેશે પરણવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ મારી દુનિયા જ બદલાઈ ગઈ. લગ્નનો અનુભવ કમાલનો છે.

મા બનવાનો અનુભવ જાદુઈ છે. આ બધી બાબતોને બદલવા માગતી નથી. નમ્રતા શિરોડકર અને મહેશ બાબુની પહેલી મુલાકાત ફિલ્મ ‘વામસી’ના સેટ પર વર્ષ ૨૦૦૦માં થઈ હતી અને પાંચ વર્ષના ડેટિંગ બાદ તેમણે ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. તેઓ એક દીકરા અને એક દીકરીના માતા પિતા છે.

નમ્રતા પરિવાર સાથે હૈદરાબાદમાં રહે છે અને પતિનું કામ પણ સંભાળે છે. તે પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે. ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘મેજર’ તેણે જ પ્રોડ્યૂસ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.