Western Times News

Gujarati News

કાળાબજારઃ 65 હજારમાં વેચાઈ તિરૂપતિ મંદિરમાં VIP દર્શનની ટીકીટ

(એજન્સી)અમરાવતી, આંધ્રપ્રદેશના એમએલસી ઝાકિયા ખાનમ પર તિરૂપતિના તિરૂમાલા મંદીરમાં વીઆઈપી દર્શન ટીકીટના બ્લેક માર્કેટીગનો આરોપ છે. પોલીસે તેની સામે ગુનો નોધ્યો છે.

એવો આરોપ છે કે રૂ.૧૦,પ૦૦ની મુળ કિમતવાળી વીઆઈપી બ્રેક દર્શન ટીકીટો ઝાકીયા ખાનુમ તેના પીઆરઓ અને અન્ય વ્યકિત દ્વારા રૂ.૬પ,૦૦૦માં વેચવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વીઆઈપી દર્શન ટીકીટની કિમતમાં ૧૦,૦૦૦ રૂપિયાનું દાન સામેલ છે.

વીઆઈપી વ્યકિતએ આ દાનની રકમ ચુકવવાની જરૂર નથી જેના કારણે ટીકીટની કિંમત પ૦૦ રૂપિયા લઈ જાય છે. ધારાસભ્યો એમએલસી અને મંત્રીઓને દર મહીને વીઆઈપી દર્શન ટીકીટનો કવોટા મળે છે.

આ બાબતે સ્પષ્ટતા આપતા પુર્વ મંત્રી અને એમએલસી બોચા સત્યનારાયણે કહયું કે ઝાકીયા હવે વાયએસઆરસીપીમાં નથી. ર૦ર૪ની સામાન્ય ચુંટણીઓ બાદ એનડીએઅ સત્તામાં આવ્યા બાદ તે ટીડીપીમાં જોડાઈ હતી. સત્યનારાયણે પત્રકારોને જણાવ્યું હતું કે વાયએસઆરપીને એમએલસી સામે દાખલ કરાયેલા કેસ સાથે કોઈ લેવાદેવા નથી.

થોડા સમય પહેલા શ્રીવાણી ટ્રસ્ટ એક નવી સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ તમે રૂ.૧૦,૦૦૦ કે તેથી વધુનું દાન કરીને વીઆઈપી બ્રેક દર્શન ટીકીટ મેળવી શકો છો. દાન આપ્યા પછી તમને એક ભલામણ પત્ર મળશે. જે દર્શાવે છે કે તમે પ૦૦ રૂપિયા ચુકવી શકો છો અને બીજા જ દિવસે દર્શન કરી શકો છો.

ટીટીડીએ આ યોજના હેઠળ ટીકીટ લેનારા લોકોની સંખ્યામાં પરીવારમાંથી ૯ સુધી મર્યાદીત કરી છે. આનો અર્થ એ છેકે તમારે વ્યકિતદીઠ ૧૦,પ૦૦ રૂપિયા ચુકવવા પડશે. અને એક પરીવારના વધુમાં વધુ ૯ લોકો જ આ દર્શનનો લાભ લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.