Western Times News

Gujarati News

તીસ્તા સેતલવાડ-શ્રીકુમારના ૨ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર

(એજન્સી) અમદાવાદ, ગુજરાત એટીએસએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી છે. જે બાદ તિસ્તા સેતલવાડને અમદાવાદ લાવવામાં આવ્યાં છે. તિસ્તા વિરુદ્ધ ૨૦૦૨ના રમખાણો વખતે ખોટા ફડિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

તિસ્તાની સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તિસ્તા સેતલવાડનું મેડિકલ ચેકઅપ બાદ ફરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામા આવી હતી.

જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ૧૪ દિવસ ના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે કોર્ટે તિસ્તા સેતલવાડના ૧ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. શ્રી કુમારના પણ ૧ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ૫ દિવસ ના રિમાન્ડ બાદ ૨ જુલાઈ ના રોજ કોર્ટમાં બંનેને રજુ કરવામાં આવશે.

રથયાત્રા નો બંદોબસ્ત હોવાને કારણે ૨ જુલાઈ ના રોજ રજૂ કરવામાં આવશે. તપાસ અધિકાર ની રજૂઆત બાદ ૨ તારીખ સુધી કસ્ટડીમાં રાખી શકાશે તેના ઓર્ડર પણ કોર્ટ પાસેથી મેળવી લેવામાં આવ્યો છે.

ત્યારે તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી કુમારની મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. એસઆઈટી દીપન ભદ્રનની અધ્યક્ષતામાં ડીસીપી ક્રાઇમ ચૈતન્ય માંડલિક, એટીએસ એસપી સુનીલ જાેશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થશે. મહત્વનું છે કે નકલી દસ્તાવેજાે આધારે ષડયંત્રથી પ્રોસિંડિંગ ચલાવવા આરોપ તિસ્તા સેતલવાડ પર લાગ્યો છે. જેની તપાસ અને તથ્ય આ જીૈં્‌ કમિટી બહાર લાવશે.

૨૦૦૨ના રમખાણો વખતે ખોટા ફંડિગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમકોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજાે રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજાે રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતાં. એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું.

તિસ્તા સેતલવાડની ધરપકડ મામલે ક્રાઈમબ્રાન્ચે નિવેદન આપ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, તિસ્તાનો ઉદ્દેશ્ય ખોટા દસ્તાવેજાે બનાવીને અરાજકતા ફેલાવવાનો હતો. જેથી ષડયંત્ર ક્યાંથી અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, પીઆઈ દર્શનસિંહ બારડ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

સાથે આર.બી.શ્રીકુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આમણે બનાવટી દસ્તાવેજ બનાવવા પોતાના પાવરનો દુરૂપયોગ કર્યો હતો. ઉપરાંત તિસ્તા સેતલવાડ પોલીસને તપાસ દરમિયાન સહયોગ કરતાં નથી. જેથી આરોપીઓએ જ્યાં ડોક્યુમેન્ટ જમા કર્યાં છે, ત્યાં તપાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.