ટીટાગઢ રેલ સિસ્ટમ્સે બેંગ્લોરમાં નવા એન્જિનિયરિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
- આ સેન્ટર ટ્રેન કંટ્રોલ અને મોનિટરિંગ સિસ્ટમ્સ તથા એડવાન્સ્ડ પ્રપલ્ઝન સિસ્ટમ્સ માટે નવી પ્રોડક્ટ વિકસાવવા માટેનું મહત્વનું પગલું છે
- કંપનીએ સેન્ટર માટે અનેક રોલિંગ રોક ક્ષેત્રમાં અનુભવી એન્જિનિયર્સની ભરતીની શરૂઆત કરી છે
બેંગ્લોર, 6 જૂન, 2024 – ભારતની અગ્રણી રોલિંગ સ્ટોક ઉત્પાદક ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (ટીઆરએસએલ) બેંગ્લોરમાં નવા એન્જિનિયરિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરીને તેની નવીનતા અને ડિઝાઇન સફરને આગળ ધપાવે છે. આ અત્યાધુનિક એકમ ટ્રેન કંટ્રોલ અને મોનિટરિંગ સિસ્ટમ્સ (ટીસીએમએસ) અને એડવાન્સ્ડ પ્રપલ્ઝન સિસ્ટમ માટે નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે પ્રતિબદ્ધ રહેશે અને દેશમાં રેલ ટ્રાન્સપોર્ટેશનના ભવિષ્યમાં ક્રાંતિ લાવશે. Titagarh Rail Systems inaugurates New Engineering Centre in Bangalore.
એન્જિનિયરિંગ સેન્ટર સુરત અને અમદાવાદ મેટ્રો, વંદે ભારત અને આઈસીએફ એમુ/મેમુ વગેરે જેવા ટીઆરએસએલના હાલના અને આગામી રોલિંગ સ્ટોક અને પ્રપલ્ઝન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે જે વિકસિત ભારત માટે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવી પહેલ માટે દેશની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આધુનિક ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સજ્જ આ નવું સેન્ટર ટીઆરએસએલના એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સમાં રચનાત્મકતા તથા સહયોગ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. કંપની આ એકમ ખાતે અનેક રોલિંગ સ્ટોક ક્ષેત્રે મોટી સંખ્યામાં અનુભવી એન્જિનિયર્સને રાખવા વિચારી રહી છે. આ સેન્ટર એક ઇનોવેશન હબ તરીકે કામ કરશે જ્યાં વિચારોને આધુનિક રેલ ટ્રાન્સપોર્ટેશનની જટિલતાઓનો ઉકેલ લાવે તેવા સોલ્યુશનમાં ફેરવવામાં આવશે.
“બેંગ્લોરમાં અમારા નવા એન્જિનિયરિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. આ રોમાંચક એન્જિનિયરિંગ પ્રતિભાનું કેન્દ્ર છે જે ટીટાગઢના સતત વધતા વિઝનને ટેકો આપવા માટે ઊભરતા યુવા એન્જિનિયર્સ માટે એક યોગ્ય તક રજૂ કરે છે. આ એકમ દેશમાં ઉચ્ચ કનેક્ટિવિટી ઊભી કરવા માટે યોગદાન આપવા ઉપરાંત અત્યાધુનિક રેલ ટેક્નોલોજીના અમલીકરણમાં આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.
આ સેન્ટર દેશના સ્થાનિક પરિવહનને મજબૂત કરવા માટે સંપૂર્ણપણે મેડ-ઇન-ઇન્ડિયા મેટ્રો કોચ ઓફર કરવાના અમારા વિઝન તરફ એક પગલું છે અને એ પણ સુનિશ્ચિત કરે છે કે અમે રેલ ઉદ્યોગના ઉત્ક્રાંતિમાં મોખરે છીએ” એમ ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું.
આ વ્યૂહાત્મક વિસ્તરણ વધુ ઉજ્જવળ અને વધુ કનેક્ટેડ ભવિષ્ય માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.