Western Times News

Gujarati News

‘ટાઈટેનિક’ એક્ટર બર્નાર્ડ હિલનું ૭૯ વર્ષની વયે નિધન

મુંબઈ, હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું ૭૯ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે ૧૯૯૭માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’ અને ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

પ્રખ્યાત સ્કોટિશ ગાયક અને સંગીતકાર બાર્બરા ડિક્સને તેના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.તેના એક્સ-પોસ્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા, બાર્બરા ડિક્સને લખ્યું, “બર્નાર્ડ હિલના મૃત્યુ વિશે મને ખૂબ જ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે.

અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના માર્વેલસ શોમાં ૧૯૭૪ અને ૭૫માં સાથે કામ કર્યું હતું. ખરેખર તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું એ એક લહાવો હતો. આ દુઃખદ સમાચાર બાદ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ઘણા યૂઝર્સ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની અભિનયની ઝીણવટ વિશે લખી રહ્યા છે. બર્નાર્ડે ૧૯૯૭માં કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડી કેપ્રિયોની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવી હતી.

આ રોલ માટે આજે પણ તેના વખાણ થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ’ જોયું હશે તો તમને કિંગ થિયોડેનનું પાત્ર ચોક્કસથી યાદ હશે. આ ફિલ્મની ટ્રાયોલોજીમાં બર્નાર્ડ હિલે પણ આ ભૂમિકા ભજવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.