TMCનો અર્થ ટ્રાન્સફર માય કમિશન છેઃ નરેન્દ્ર મોદી
પુરુલિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા. અહીં તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે ટીએમસીનું ફુલ ફોર્મ જણાવતા રાજ્ય સરકાર પર કમિશન લેવાનો શિકંજાે કસ્યો.
જ્યારે તેમણે મંચ પરથી નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મમતા બેનર્જી સ્વાસ્થ થવાની કામના કરી, તેમણે સરકાર પર માઓવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. અહીં તેમણે ટીએમસીનો અર્થ જણાવતા કહ્યું કે, ટીએમસીનો અર્થ ટ્રાન્સફર માય કમિશન છે.
ભાજપ બંગાળ સરકાર પર સતત તોડબાજી અને કમિશન લેવાનો આરોપ લગાવી રહ્યું છે. આ દરમિયાન મમતાના ખેલ હોબેના નારા પર નિશાન સાધતા તેમણે કહ્યું, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે ચાકરી હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે શિક્ષા હોબે. ખેલા શેષ હોબે, વિકાસ આરંભ હોબે.
ટીએમસી પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટીએમસી સરકારે કંઈ નથી કર્યું પરંતુ પુરુલિયાને પાણીની સમસ્યા સાથે છોડી દીધું. ટીએમસી રમત રમવામાં લાગેલી છે. તેમણે ખેડુતોને છોડી દીધાં છે. આ લોકોએ પુરુલિયાના લોકોના જીવનને જળ સંકટમાં છોડી દીધાં છે. તેમણે પુરુલિયાને પછાત ક્ષેત્ર બનાવવાનો આરોપ લગાવ્યો. બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ રેલી એક મોટા અભિયાન તરીકે જાેવામાં આવી રહી છે.