TMC સાંસદો – CMએ દિલ્હી પણ આવવાનું જ છે
નવી દિલ્હી: ભાજપના સાંસદ પરવેશ સાહિબ સિંહે સોમવારે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ પાર્ટીના ગુંડાઓએ ભાજપના કાર્યકરોની પીટાઈ કરી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા હરિફ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ચેતવણી આપી છે કે તેમના સાંસદો, મુખ્યમંત્રી અને વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાન બનાવતા પશ્ચિમ દિલ્હીથી ભાજપના સાંસદે ટ્વીટ કરીને કહ્યું કે ‘ટીએમસીના ગુંડાઓએ ચૂંટણી જીતતા જ અમારા કાર્યકરોના જીવ લીધા, ભાજપના કાર્યકરોની ગાડીઓ તોડી, ઘરમાં આગ લગાવી રહ્યા છે, યાદ રાખજાે ટીએમસી સાંસદ, મુખ્યમંત્રી, વિધાયકોએ દિલ્હી પણ આવવાનું છે, તેને ચેતવણી સમજી લેજાે. ચૂંટણીમાં હારજીત થતી રહે છે, હત્યા નહીં.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામની જાહેરાતના એક દિવસ બાદ પૂર્વ બર્ધમાન જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે થયેલા ઘર્ષણમાં કથિત રીતે ૪ લોકોના મોત થયા. અધિકૃત સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી. તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો કે ભજાપ કાર્યકરો દ્વારા માર્યા ગયેલા ત્રણ લોકો તેમના સમર્થક હતા જ્યારે ભાજપે આરોપ ફગાવ્યા. રાયના પોલીસ સ્ટેશન હદમાં રવિવારે રાતે ટીએમસી-ભાજપ કાર્યકરો વચ્ચે સમસપુરમાં થયેલી ઝડપમાં ૫૫ વર્ષના એક વ્યક્તિનું મોત થયું.
ઓડિશાપારા વિસ્તારમાં ઝડપ બાદ સ્થાનિક સૂત્રએ જણાવ્યું કે તમામ ઘાયલોને અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં શાહજહા શાંહ, વિભાષ બાગ અને કાકાલી ક્ષેત્રપાલને મૃત જાહેર કરાયા. પોલીસે કહ્યું કે આ મામલે ૨૩ લોકોની અટકાયત કરાઈ છે અને વિસ્તારમાં ભારે પોલીસફોર્સ તેનાત કરાઈ છે. ભાજપે એક પાર્ટી કાર્યાલયમાં કથિત આગજનીનો વીડિયો શેર કર્યો છે. જેમાં પરેશાન લોકોને બૂમો પાડીને ભાગતા જાેઈ શકાય છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યક્તિઓની તસવીરો અને એક દુકાનમાંથી કપડાં લૂટીને ભાગતા લોકોના ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.
ભાજપે કહ્યું કે તેના ૬ કાર્યકરોના આ હુમલામાં મોત થયા છે. આ બાજુ રાજ્યપાલ ધનખડે ગૃહ સચિવ એકે ત્રિવેદ સાથે મુલાકાત બાદ ટ્વીટ કરીને કહ્યું કે રાજ્યમાં ચૂંટણી બાદ હિંસાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને મે એસીએસ ગૃહને તલબ કર્યા હતા અને તેમને ચૂંટણી બાદ રાજ્યમાં થયેલી હિંસા અને તોડફોડ તથા ઉઠાવવામાં આવેલા પગલાં પર રિપોર્ટ આપવાનું કહ્યું છે. એક પ્રવક્તાએ કહ્યું કે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રાજ્યમાં વિપક્ષી રાજનીતિક કાર્યકરોને નિશાન બનાવીને કરાયેલી હિંસા પર એક રિપોર્ટ માંગ્યો છે.