Western Times News

Gujarati News

TMKOC એ આરાધના શર્માનું જીવન બદલી નાખ્યું

મુંબઈ: રિયાલિટી શો ફેમ આરાધના શર્મા, જે છેલ્લે પોપ્યુલર સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જાેવા મળી હતી ટીવી સાથે મળી રહેલા પ્રેમ તેમજ નામના વિશે વાત કરી હતી. આરાધના શર્માએ દીપ્તિનું પાત્ર ભજવ્યું હતું, જે નેગેટિવ રોલ હતો. તેણે નાનો પરંતુ યાદગાર કેમિયો ભજવ્યો હતો. શો તેના જીવનનો સૌથી શ્રેષ્ઠ ર્નિણય કેવી રીતે સાબિત થયો તેમજ દિલીપ જાેશી ઉર્ફે જેઠાલાલ જેવા સીનિયર કલાકારો સાથે કામ કરવાના અનુભવ અંગે આરાધનાએ વાત કરી હતી. પ્રામાણિકતાથી કહું તો, હજી પણ હું વિશ્વાસ કરી શકતી નથી. ઈન્ડસ્ટ્રીમાં મારી એન્ટ્રી ૨૦૨૦માં થઈ હતી. દોઢ વર્ષમાં મેં માત્ર થોડું જ પ્રાપ્ત કર્યું હતું. વધારે નહી ખૂબ ઓછું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મારા કરિયરને સીડી મળે છે. મને ખૂબ પ્રેમ મળ્યો છે. રસ્તામાં કોઈ મને મળે તો બૂમ પાડીને કહે છે કે ‘અરે દીપ્તિ, કેશ હૈ તો એશ હૈ’.

જ્યારે તમે તમારા પાત્રના નામથી ઓળખાવા લાગો ત્યારે તે આશીર્વાદ સમાન છે. આ મારી ઉપલબ્ધિ પ્રત્યેનું નાનું પગલું છે. હું કાસ્ટિંગ ડિરેક્ટર્સને મારા ઓડિશનની ક્લિપ મોકલતી રહેતી હતી. તેમાંથી એક વિકાસજીને મેં કંઈક કામ આપવા માટે કહ્યું હતું. તેમણે મને સારા રોલનું વચન આપ્યું હતું. તેમને મારી એક્ટિંગ ગમી હતી અને આ પાંચ મહિના પહેલાની વાત છે. લોકડાઉન દરમિયાન તેમણે મને કોલ કર્યો હતો અને ‘તારક મહેતા…’માં ઓડિશન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. મને લાગે છે સીરિયલને હા પાડવી તે મારા જીવનનો શ્રેષ્ઠ ર્નિણય હતો.

દિલીપ સરનો પ્રભાવ અલગ છે. પહેલા દિવસે, તેમનો શોટ હોવાથી હું તેમને મોડેથી મળી હતી. લોકો તેમની એક્ટિંગ જાેઈને હસે છે. તેમની એક્ટિંગમાં જાદુ છે. તેઓ તેમના સીનમાં સુધારો કરતાં રહે છે તેમજ કો-એક્ટર્સને પણ મદદ કરે છે. મારો તેમની સાથેનો સીન હતો જેમાં મારે ફેક એક્ટિંગ કરવાની હતી. સર રીડિંગ સેશનને લઈને ખાસ ધ્યાન રાખે છે. રીડિંગ સેશન દરમિયાન હું થોડી નર્વસ હતી. પરંતુ તેમણે મને પ્રોત્સાહન આપ્યું હતું અને ચહેરા પર સ્માઈલ રાખવાનું કહ્યું હતું. તેઓ નાની-નાની બાબતની નોંધ લેતા હતા. તેમના કારણે મારી એક્ટિંગમાં ઘણો સુધારો આવ્યો. સર જે કહે તેને ધ્યાનમાં રાખતી હતી. તેઓ સમયને લઈને પણ પાક્કા છે. ર્નિમલ સોની ભાઈ જેઓ ડો. હાથીનું પાત્ર ભજવી રહ્યા છે તેમનો સ્વભાવ મૈત્રીપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.