થોડા મહિના પહેલા મળી હતી નોટિસ: આસિત મોદી
મુંબઈ, ટીવી પર લાંબા સમયથી પ્રસારિત થઈ રહેલા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી શૈલેષ લોઢાએ એક્ઝિટ લીધી તેને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે પરંતુ પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી અને તેમની વચ્ચે મુદ્દાઓ હજી પણ વણઉકેલ્યા છે. TMKOCમાં ૧૪ વર્ષ સુધી તારક મહેતાનું રોલ ભજવનારા આ એક્ટરે મેકર્સ સામે ફીની બાકી ચૂકવણી ન કરવા બદલ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો. આ વાત આસિતને જરાય પસંદ ન હોવાનું લાગી રહ્યું છે.
તેમનું કહેવું છે કે, શૈલેષે જે રીતે સ્થિતિને હેન્ડલ કરી તેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે ‘મને થોડા મહિના પહેલા નોટિસ મળી હતી અને કારણ હું સમજી શક્યો નહોતો. TMKOC Asit Modi
કારણ કે, મેં ક્યારેય પણ તેમનું બાકી ફી ચૂકવવાનો ઈનકાર કર્યો નથી. હકીકતમાં, તેમને ફોર્માલિટી પૂરી કરવાની બાકી હોવાથી અમે નિયમિત બાકી ફી અંગે ઈમેલ અને ટેક્સ્ટ મોકલતા હતા. દરેક સંસ્થામાં આ જ રીતે કામ થાય છે. જાે કે, તેઓ ફોર્માલિટી પૂરી કરવા માગતા નહોતા. શૈલેષ લોઢા શોમાં પરત ફરશે તેવી પ્રોડક્શન હાઉસને આશા હતી.
જાે કે, તેમ થયું નહીં અને ગત સપ્ટેમ્બરમાં સચિન શ્રોફે તેમને રિપ્લેસ કર્યા હતા. આ અંગે પ્રોડ્યૂસરે કહ્યું હકું કે ‘જ્યારે તમે ઘણા વર્ષ સુધી સાથે કાામ કરો ત્યારે, અસહમતિ અને નાના ઝઘડા થાય તે સામાન્ય વાત છે. શું પરિવારના સભ્યો પણ લડાઈ નથી કરતાં? તેઓ બહાર કામ કરવા ઈચ્છતા હતા અને કવિ સંમેલનમાં ભાગ લેવો હતો. પરંતુ TMKOC દૈનિક ધારાવાહિક સીરિયલ છે અને તેની ટીમ મોટી છે, તેથી અમે તેમની વિનંતી મંજૂરી કરીએ તે શક્ય નહોતું.
ગત વર્ષે એપ્રિલમાં આ વિશે અમારી થોડા બોલાચાલી થઈ હતી. જે બાદ તેઓ શૂટ પર પરત આવ્યા નહોતા. તેમણે ઉમેર્યું હતું કે ‘શૈલેષજી આત્મસન્માન વિશે વાત કરે છે, તો ભાઈ અમારે પણ આત્મસન્માન છે. કવિતાઓ અને શાયરીથી મને ટાર્ગેટ કરવું તે તેમને શોભતું નથી. મને તેમના આ વર્તનથી દુઃખ થાય છે.
અમારી વચ્ચે સારું બોન્ડિંગ હતું. મેં ક્યારેય તેમના માટે ખરાબ શબ્દો કર્યા નથી અને તેમના કામનું સન્માન કર્યું છે. તેઓ એક્ટર નહોતા તેમ છતાં મેં તેમને ટાઈટલ રોલ ઓફર કરવાનું જાેખમ લીધું હતું અને એક દિવસ ઝઘડો થયો તો વ્યક્તિ ખરાબ થઈ ગયો. સીરિયલની ટીમમાંથી જ્યારે પણ કોઈ એક્ઝિટ લે છે ત્યારે મને દુઃખ થાય છે.
તેમણે શો છોડ્યો હતો, અમે ક્યારેય તેમને જવાનું કીધું નહોતું. જાે શો છોડવા માગતા હોય તો અમે ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ ભરવા પણ કહ્યું હતું, પરંતુ તેમણે અમારી સાથે મીટિંગ કરવાની પણ ના પાડી હતી. આવીને પ્રેમથી તેમણે પૈસા લઈ લેવાના હતા પરંતુ તેમણે કોઈ ડોક્યુમેન્ટ પર સહી કરી નહોતી અથવા પેપરવર્ક પૂરું કર્યું નહોતું.
જાે કોઈ સમસ્યા હોત તો તેમણે આવીને અમને કહેવું જાેઈતું હતું, પરંતુ તેના બદલે તેમણે કેસ જ કરી દીધો. જાે સમયસર ફી ચૂકવવામાં જ ન આવતી હોત આટલા બધા લોકો છેલ્લા ૧૫ વર્ષથી કેમ શો માટે કામ કરતાં હોત? જ્યાં સુધી તમે શોનો ભાગ છો ત્યાં સુધી બધું સારું અને જેવા છોડો કે બધું ખરાબ. આ એટિટ્યૂડ સમજવામાં હું નિષ્ફળ ગયો છું’.SS1MS