કરજણ અને શિનોરને નર્મદાનું પાણી આપવા 184 કરોડ ખર્ચથી બલ્ક પાઇપ બિછાવાઇ
(માહિતી) વડોદરા, વડોદરા શહેરથી દક્ષિણ વિસ્તારના ગામો ઉપરાંત કરજણ અને શિનોર તાલુકાના સાડા પાંચ લાખથી પણ વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૮૪ કરોડના ખર્ચથી નાખવામાં આવી રહેલી બલ્ક પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયું છે. વર્ષાંતે નાગરિકોને મા નર્મદાનું પાણી મળતું થઇ જશે.
આ ઉપરાંત પાદરા, સાવલી અને ડેસર તાલુકાના ગામો માટે ચાલી રહેલી પાણી પુરવઠા યોજનાઓ આગામી વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ કરવાના આયોજનને જાેતા ત્યાં સુધીમાં વડોદરા જિલ્લાને સો ટકા સરફેસ વોટર મળતું થઇ છે.
સો ટકા સરફેસ વોટર પ્રબંધન એટલા માટે મહત્વનું છે કે, ભૂગર્ભ જળ આધારિત જળ પીતા પહેલા તેને પ્રોસેસ કરવું પડે છે. ઉપરાંત નાઇટ્રેટ, આલ્?કલિટી, ટીડીએસની સ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોને પણ પોતાના ઘરોમાં ભૂગર્ભ જળને આરઓ જેવી પદ્ધતિથી ટ્રીટ કરવું પડે છે.
વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળ માટે ઉનાળામાં આવરો ઓછો રહે છે. તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ સમસ્યાના લાંબાગાળાના નિકાલ માટે મહત્વની પાણી પુરવઠા યોજનાનો લાભ વડોદરા જિલ્લાને આપ્યો છે.
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ અગોલાએ જણાવ્યું કે,
વડોદરા જિલ્?લાના કરજણ, શિનોર અને વડોદરા દક્ષિણ વિભાગના ગામોમાં હાલ પાતાળ કૂવા આધારિત સ્વતંત્ર કે જૂથ યોજના દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. તેમના માટે પાણી પુરવઠાની વડોદરા બલ્ક પાઇપ લાઇન યોજનાના કુલ બે પેકેજ હેઠળ નર્મદાનું પાણી નાખવા માટે લાઇન બિછાવવાની કામગીરી પૂર્ણ થઇ છે.
પ્રથમ પેકેજમાં નર્મદા મેઈન નહેરની ૮૧.૮૧ કિ.મીની સાંકળેથી નીકળતી વડોદરા બ્રાંચ કેનાલના ગુતાલ ગામ પાસેના પ્રથમ પુલ આધારિત વાઘોડિયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાના હયાત કેનાલ ઓફટેક સ્?ટ્રક્ચર થી અંદાજે ૮૧ કિમી જેટલી ૯૦૦ થી ૩૫૦ મી.મી. વ્?યાસની ડી.આઈ. કે-૭ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન મારફતે વડોદરા (દક્ષિણ) વિભાગ,
કરજણ જુથ પાણી પુરવઠા અને શિનોર જુથ પાણી પુરવઠા યોજનાના ૩ મુખ્ય હેડવર્ક્સ સુધી પાણી ૬ પમ્પ દ્વારા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેકેજમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૯૮.૧૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને બીજા પેકેજ સુધી ૩૯ કિલોમિટર લાંબી પાઇપ લાઇન નાંખવામાં આવી છે.
બીજા પેકેજમાં હયાત કોઠીયા મુખ્ય હેડવર્ક્સ સુધીની, સુંદરપુરા ટેપીંગ પોઇન્ટથી સુંદરપુરા હેડવર્ક્સ સુધીની તથા સાધલી ટેપિંગ પોઇન્ટથી સાધલી મુખ્ય હેડવર્ક્સ સુધીની અંદાજે ૪૮. ૯૭ કિમી જેટલી ૮૦૦, ૫૦૦ અને ૩૫૦ મીમી વ્યાસની ડી.આઈ. કે-૭ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન રૂ. ૮૬.૩૩ કરોડના ખર્ચથી નાખવામાં આવી છે.