Western Times News

Gujarati News

“તુમ મુઝે યું ભૂલા ન પાઓગે”- રૂ. 100ના સિક્કા પર ગાયક રફી જોવા મળશે

કેન્દ્ર સરકારે “રફી જન્મશતાÂબ્દ વર્ષ’ નિમિત્તે રફીનું બહુમાન કરતા તેમની યાદમાં રૂ.૧૦૦ના સ્મારક સિક્કાને મંજૂરી આપી

અમદાવાદ, ભારતીય સિનેમાના સર્વોત્તમ પાર્શ્વગાયક અને વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં જેમના ચાહકો છે તેવા સૌના પ્યારા મહમ્મદ રફી સાહેબની યાદમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમના જન્મ શતાÂબ્દ વર્ષ નિમિત્તે રૂ.૧૦૦ના મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે નાણાં વિભાગ તરફથી ૧ર ફેબ્રુઆરી ર૦રપના રોજ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ હોવાના અહેવાલો બહાર આવ્યા છે. Singer Rafi to be featured on Rs. 100 coin

પાર્શ્વગાયક મહમ્મદ રફી સાહેબનું જન્મશતાÂબ્દ વર્ષ ચાલી રહયુ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રફી સાહેબને યાદ કર્યા છે ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કરોડો રફી ચાહકોમાં ભારે ખુશીની લહેર પ્રસરી ગઈ છે. મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ દ્વારા ૧ર ફેબ્રુઆરી ર૦રપના રોજ આ અંગે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ સત્તાવાર રીતે હવે ગેઝેટમાં નોટીફીકેશન આવવાની સાથે જ આ સમાચાર વહેતા થયા છે.

મહમ્મદ રફીની યાદમાં જે રૂ.૧૦૦નો સિક્કો બહાર પાડવામાં આવનાર છે તે ગોળાકાર સિક્કો ૪૪ મીલી મીટરનો રહેશે જેમાં ર૦૦ દાંતા હશે. આ સિકકો મિશ્ર ધાતુનો બનેલો હશે જેમાં ચાંદી (પ૦ ટકા) તાંબુ (૪૦ ટકા) નિકલ (૦પ ટકા) ઝીંક (૦પ ટકા) હશે સિક્કાની મધ્યમાં રફીનું ચિત્ર હશે ઉપરના પરિધ પર દેવનગરી લિપિમાં “મોહમ્મદ રફી કી જન્મ શતાÂબ્દ” લખેલુ હશે. છબી નીચે ૧૯ર૪ થી ર૦ર૪ વર્ષ લખેલું હશે.

મહાન ગાયર મહમ્મદ રફીનો જન્મ ર૪ ડીસેમ્બર ૧૯ર૪ના રોજ કોટલા સુલ્તાનસિંહમાં થયો હતો. ભાગલા પછી રફી મુંબઈ આવીને સ્થાયી થયા હતા તેમની કારકીર્દી દરમિયાન મહમ્મદ રફીએ સેંકડો ગીતો ગાયા હતા. લગભગ ર૦ થી રપ હજાર ગીતો ગાવાનો અંદાજ મૂકવામાં આવી રહયો છે. તો રફીના અવાજનો જાદુ દાયકાઓ સુધી જોવા મળ્યો. દરેક નાના-મોટા કલાકારો માટે તેમણે ગીતો ગાયા.

અનેક અંદાજમાં રફીએ લોકોને ડોલાવ્યા. ભજન, કવ્વાલી હોય કે ઉદાસ ગીતો, રોમેન્ટિક ગીતો રફી તમામ અવાજમાં ફીટ હતા. દરેક કલાકારને માટે તેઓ પડદા પર ગાતા ત્યારે કલાકાર ખુદ ગાતા હોય તેવુ લાગતું. રફીની આ ખાસિયત હતી. તેની પાછળ તેમનો અથાગ પરિશ્રમ અને ઉપરવાળાના આશિર્વાદ હતા. લગભગ બે દાયકાઓ સુધી રફી એ હિન્દી ફિલ્મ જગત પર એક ચક્રી શાસન કર્યું હતું.

૩૧મી જુલાઈ ૧૯૮૦ના રોજ રફી સાહેબે અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી હતી. પરંતુ આજેય તેમના કરોડો ચાહકો દેશ-વિદેશમાં છે અને તેમના દિલમાં રફી હંમેશા રાજ કરતા રહેશે. રફી એ સાથે જ ગાયુ છે. “તુમ મુઝે યું ભૂલા ના પાઓગે, જબ કભી ભી સુનોગે ગીત મેરે, સંગ સંગ તુમ ભી ગુન ગુનાઓગે”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.