Western Times News

Gujarati News

બે હજાર બચાવવા બદલી નાખ્યું હતું ઘર: પલક સિંધવાની

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી લોકોનો ફેવરેટ શો છે. આ શોએ ન માત્ર લોકોને એન્ટરટેઈન કર્યા છે, પરંતુ ઘણા કલાકારોને પોતાનું હુનર બતાવવાની તક પણ આપી છે. આવા જ અમુક કલાકારોમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સોનુ ઉર્ફ પલક સિંધવાનીપણ છે. આજે ભલે પલક લોકો માટે એક જાણીતું નામ છે, પરંતુ એક સમય હતો જ્યારે તે પૈસા માટે સ્ટ્રગલ કરી રહી હતી.

બહારથી એક્ટર્સની લાઈફ જેટલી સરળ લાગે છે, અંદરથી એવી નથી હોતી. તારક મહેતા ફેમ પલક સિંધવાનીની એક્ટિંગની સફર પણ સરળ નહોતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બનતા પહેલા તે પૈસા માટે સ્ટ્રગલ કરી રહી હતી. એટલે સુધી કે આર્થિક સમસ્યાના કારણે તેણે પોતાનું ઘર બદલી નાખ્યું, જેથી કરીને તે ૨૦૦૦ રૂપિયાની બચત કરી શકે.

એક ઈન્ટરવ્યુમાં પલક સિંધવાનીએ પોતાના સ્ટ્રગલ પર ખુલીને વાત કરી છે. પલક જણાવે છે કે, મુંબઈમાં શરૂઆતના સમયમાં તેણે પૈસાની તંગીનો સામનો કરવો પડ્યો હતો. તે વધુમાં જણાવે છે કે, હું લોકડાઉનમાં યુટ્યુબ ચેનલ ખોલવાની હતી, પરંતુ ખોલી ન શકી, કેમ કે, જે ઘરમાં રહેતી હતી તે ઘરની કન્ડિશન સારી નહોતી.

પોતાની એક્ટિંગ કરિયર વિશે વાત કરતા એક્ટ્રેસે જણાવ્યું કે, પહેલા તેણે જાહેરાતમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ આ વાત તેના પપ્પાને નહોતી ખબર. એક ફ્રેન્ડ દ્વારા તેમણે પલકની એક્ટિંગ વિશે ખબર પડી તો તેમણે વિરોધ કર્યો, પરંતુ પલકની માતાએ કોઈપણ રીતે તેના પપ્પાને સમજાવ્યા, જેના પછી તે આગળ વધતી રહી.

પલક જણાવે છે કે જ્યારે તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ઓફર આવી, તો તે પ્રોજેક્ટ સાઈન કરવા માટે પોતાના પપ્પાની સાથે ગઈ હતી, ત્યારે પલકના પપ્પાને અહેસાસ થયો હતો કે તેમની દીકરીને શોમાં સોનુના રોલની ઓફર કરવામાં આવી છે. આ વાત જાણીને તેઓ ખુશ થઈ ગયા હતા. એક્ટ્રેસના પપ્પા સારું કામ કરવા પર તેના વખાણ પણ કરે છે અને ખરાબ કરવા પર ક્રિટિસાઈઝ પણ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.