પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા ૯ દુકાનદારોને દંડ કરાયો
(પ્રતિનિધિ) વલસાડ, કેન્દ્ર સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈનના અમલીકરણના ભાગ રૂપે તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુષાંગિક નિયમ માટે બનાવાયેલી ટાસ્કફોર્સ (તમાકુ નિયંત્રણ સેલ) ટીમ દ્વારા પારડી તાલુકામાં શહેરી વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરતા કુલ ૧૧ દુકાનદારો પાસેથી રૂપિયા ૨૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા પારડી તાલુકામાં પારડીના આજુબાજુના શહેરી વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ કરતા નાના મોટા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો તેમજ અન્ય વેચાણ કરતા
અને જાહેરમાં ધુમ્રપાન કરતા એકમો વગેરે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરી કુલ ૯ દુકાનદારો પાસેથી રૂપિયા ૧૮૦૦ અને જાહેરમાં ધુમ્રપાન કરતા બે વ્યક્તિ પાસેથી રૂપિયા ૪૦૦ કુલ મળી રૂ. ૨૨૦૦નો દંડ ર્ઝ્રં્ઁછ- ૨૦૦૩ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ વસુલ કરવામાં આવ્યો હતો. તદ ઉપરાંત કલમ-૬(અ) મુજબ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે
તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી આપવામાં આવી તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.પી. પટેલ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગમાંથી ડી.આઈ.ઈ.સી.ઓ પંકજભાઈ પટેલ, કાઉન્સેલર સુમિત્રાબેન બાગુલ, સોશિયલ વર્કર અલ્પેશ એ.પટેલ અને પોલીસ વિભાગમાંથી કોન્સ્ટેબલ જલાભાઈએ હાજર રહી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.