Western Times News

Gujarati News

“ટુ ડે ટેક્સ કોન્ક્લેવ”નું ઉદ્ઘાટન હાઈકોર્ટના જસ્ટિસ ભાર્ગવ કારિયાના હસ્તે કરાયું

ટ્રસ્ટની નોંધણીના મુદ્દાઓ, ટ્રસ્ટ પર ઉઠાવવામાં આવેલી માંગના મુદ્દાઓ અને ટ્રસ્ટની નોંધણી અને રિટર્ન ભરવા સમયે આવતી તકનીકી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી

અમદાવાદ, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ ગુજરાતની સર્વોચ્ચ રાજ્ય ટેક્સ પ્રોફેશનલ્સ બોડી છે જેમાં વ્યક્તિગત અને 30 થી વધુ સંસ્થાકીય સભ્યો ધરાવે છે જે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ પ્રેક્ટિશનર્સ એવા 1200 થી વધુ સભ્યો ધરાવતું ભારતના સૌથી જૂનું હોય એવું એક ટેક્સ બાર એસોસિએશન છે. Today’s Tax Conclave was inaugurated by High Court Justice Bhargava Kariya

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ  અને ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન  બંને એસોસિએશનએ સંયુક્ત રીતે 15મી અને 16મી માર્ચ, 2024ના રોજ ટુ ડે ટેક્સ કોન્ક્લેવ, 2024નું આયોજન કર્યું છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા પર સતત પાંચમી ટેક્સ કોન્ક્લેવ છે. આ કોન્ક્લેવ જેબી ઓડિટોરિયમ, AMA ખાતે યોજાઈ રહ્યું છે, જ્યાં દેશભરમાંથી ઇન્કમટેક્સ અને જી.એસ.ટી.ના નિષ્ણાતો જ્ઞાન વહેંચવા માટે આવી રહ્યા છે.

કોન્કલેવનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ ભાર્ગવ કારિયાના હસ્તે કરવામાં આવેલ છે અને તેમણે કોન્ક્લેવને સંબોધિત કર્યું અને પાર્ટિસિપન્ટ્સને કરવેરાનો ઇતિહાસ અને વર્તમાન કેસમાં ન્યાયતંત્રના અવલોકનો શું છે તે વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે પાર્ટિસિપન્ટ્સને વર્તમાન પરિસ્થિતિમાં શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું કે જેથી કરીને અગાઉના તબક્કામાં મુકદ્દમાઓ ઉકેલી શકાય અને તે રીતે ટેક્સનું પાલન વધારી શકાય અને ટેક્સ પ્રોફેશનલ્સ અને ડિપાર્ટમેન્ટ પરનો બોજ ઓછો કરી શકાય.

પ્રથમ ટેકનિકલ સેશનને ડૉ. ગિરીશ આહુજા, જે દેશના અગ્રણી ડાયરેક્ટ ટેક્સ નિષ્ણાતોમાંના એક છે તેમના દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટના કરવેરા પરના તાજેતરના સમકાલીન મુદ્દાઓ પર સંબોધવામાં આવ્યું હતું. તેમણે ટ્રસ્ટની નોંધણીના મુદ્દાઓ, ટ્રસ્ટ પર ઉઠાવવામાં આવેલી માંગના મુદ્દાઓ અને ટ્રસ્ટની નોંધણી અને રિટર્ન ભરવા સમયે આવતી તકનીકી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે પાર્ટિસિપન્ટસ્ ને બિનજરૂરી મુશ્કેલીઓ ટાળી શકાય તેવી કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને અડધા કલાકથી વધુ પાર્ટિસિપન્ટ્સના ઇન્કમટેક્સને લગતા સવાલોના જવાબ આપ્યા હતા.

બીજા ટેકનિકલ સેશનને સીએ એ જતીન ક્રિસ્ટોફરે સંબોધિત કર્યું હતું. તેમણે સભ્યોને જી.એસ.ટી. ની શૉ કોઝ નોટિસના જવાબો કેવી રીતે તૈયાર કરવા તે અંગે માર્ગદર્શન આપ્યું અને જવાબો ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખવાના વ્યવહારુ પાસાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જી.એસ.ટી. અપીલ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે પાર્ટિસિપન્ટ્સને અપીલના ડ્રાફ્ટિંગ, સબમિશન ફાઇલિંગ અને જી.એસ.ટી. અપીલ સંબંધિત સબમિશન ભરતી વખતે લેવાની કાળજી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ત્રીજું ટેકનિકલ સેશન એડવોકેટ ધીનલ શાહ દ્વારા સંબોધવામાં આવ્યું હતું. ગુજરાત નોન-રેસિડેન્ટ્સ ભારતીયોની ભૂમિ છે. NRI કરવેરા સંબંધિત સૌથી સુસંગત મુદ્દાઓ તેમના દ્વારા સંબોધવામાં આવ્યા હતા. તેમણે NRI ટેક્સેશનમાં આવતી વિવિધ સમસ્યાઓ અંગે પ્રેક્ટિકલ કેસ સ્ટડી અંગે ચર્ચા કઈ હતી અને તેની સાથે NRI વ્યવહારો પર ફેમા કાયદાની અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

દિવસનું અંતિમ સત્ર ડાયરેક્ટ ટેક્સ પર બ્રેઈન ટ્રસ્ટનું હતું. એડવોકેટ મેહુલ પટેલ, સીએ મેહુલ ઠક્કર, સીએ અસીમ ઠક્કર અને સીએ મિતિષ મોદીએ બ્રેઈન ટ્રસ્ટીઓ તરીકે ટેક્સપેયર્સ પડતી વિવિધ વ્યવહારુ પ્રશ્નોની ચર્ચા કરી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટ્સ સહિત 450+ થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિએ બંને એસોસિએશનના પ્રકાશનોનું અનાવરણ કર્યું હતું. ઈન્કમ ટેક્સ બાર એસોસિએશનના માઉથપીસ I.T મિરરની દસમી આવૃત્તિ શી ટેક્સ: મહિલા પ્રોફેશનલ્સ દ્વારા ફાળો આપેલી વિશેષ આવૃત્તિ, કે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહિનામાં મહિલાઓને સમર્પિત છે અને તે  ઉપરાંત, AGFTC દ્વારા પ્રકાશિત ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ અને GIFT સિટીને આવરી લેતી ટેક્સ ગુર્જરીની વાર્ષિક આવૃત્તિનું એક સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.