ટ્રેન ઓપરેટરને ટોઈલેટ બ્રેક લેવો મોંઘો પડ્યો
સિયોલ, દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં એક ટ્રેન કંડક્ટર માટે ચાર મિનિટ માટે ટોઇલેટ બ્રેક લેવો મોંઘો સાબિત થયો. જેના કારણે ૧૨૫ ટ્રેનો મોડી પડી હતી. કોરિયા હેરાલ્ડના અહેવાલમાં સમગ્ર ઘટનાની માહિતી આપવામાં આવી છે. આ મુજબ, ઘટના ગયા સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે ૮ વાગ્યે સિઓલની લાઇન ૨ પર બની હતી, જ્યારે આૅપરેટરે બ્રેક લેવા માટે સ્ટેશન પર સ્ટોપ કર્યાે હતો.
ટોઇલેટ બીજા માળે આવેલું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં તેને ૪ મિનિટ અને ૧૬ સેકન્ડનો સમય લાગ્યો હતો. આ સમય વ્યસ્ત ટ્રેનોના સમયપત્રકને ખોરવવા માટે પૂરતો હતો.અહેવાલો અનુસાર, સર્ક્યુલર લાઇન પર દોડતી ૧૨૫ અન્ય ટ્રેનો અચાનક સ્ટોપેજ થવાને કારણે વિલંબનો સામનો કરવો પડ્યો હતો.
કેટલીક ટ્રેનો સમય કરતાં ૨૦ મિનિટ મોડી દોડી હતી. કંડક્ટરની ગેરહાજરી દરમિયાન એક એન્જિનિયરે ટ્રેનનું નિરીક્ષણ કર્યું. જો કે, તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે પરિસ્થિતિને સંભાળવી તેમના માટે શક્ય નહોતું. વિલંબને કારણે પાછળથી આવતી ૧૨૫ ટ્રેનોનું સમયપત્રક બદલવું પડ્યું હતું.
પરિસ્થિતિને સંભાળવા માટે ઘણા અધિકારીઓનો સહકાર લેવામાં આવ્યો હતો.ટ્રેનની અવરજવરનું શિડ્યુલ એટલું વ્યસ્ત છે કે કંડક્ટરો બે-ત્રણ કલાક બ્રેક વિના કામ કરવા ટેવાયેલા છે. કેટલીકવાર જ્યારે કટોકટીની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે તેમના માટે પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાય છે.
કેટલાક કિસ્સાઓમાં, પોર્ટેબલ શૌચાલય પ્રદાન કરવામાં આવે છે. જોકે, આ વખતે એવું બન્યું કે કંડક્ટરે સ્ટેશનના ટોયલેટનો ઉપયોગ કર્યાે. તેમનો નિર્ણય મોંઘો સાબિત થયો અને ટ્રેનોને વિલંબનો સામનો કરવો પડ્યો. સિઓલ મેટ્રો વતી, તેણે મુસાફરો પ્રત્યે ખેદ વ્યક્ત કર્યાે છે. જોકે, રાહતની વાત એ હતી કે ટ્રેનોને વધુ વિલંબનો સામનો કરવો પડ્યો નથી.SS1MS