હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી
11 વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યાઃ આરોપી ઝડપાયો
(એજન્સી)પાલનપુર, પાલનપુરના ટોકરીયામાં ૧૧ વર્ષના બાળક મહોમદ શેરશીયાનો ગામની સીમમાં મૃતદેહ મળી આવ્યો હતો.બાળકના અપહરણ બાદ ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી મૃતદેહને ગામની સીમમાં ફેંકી દેવાયો હતો જે મામલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.જોકે માસૂમ બાળકની હત્યાને લઇ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
અને હત્યારાની શોધખોળ હાથ ધરતા ગામના ફારુક દાઉમાં નામના એક શકમંદને ઝડપી પાડ્યો હતો.અને તેમની પૂછ પરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી આરોપીએ બાળકનો અપરણ કરી તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે.
હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે.. પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના ૧૧ વર્ષીય મોહમ્મદ શેરસીયા નામના બાળકનું ગામના ફારુક જમાલ દાવમાં નામના શખ્સે અપરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યા એ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા.
ત્યારે બાળકે વિરોધ કરતા અને આ ૧૧ વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈને આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો.