Western Times News

Gujarati News

120 કરોડની ઠગાઈ: 42 ટોલ પ્લાઝા પર ગેરકાયદે વસૂલાત, 14 એજન્સીઓ પર કાર્યવાહી

સરકારને ૧૨૦ કરોડનો લગાવ્યો ચૂનો -૪૨ ટાલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ચાલતા ખેલ-૪૨ જેટલાં ટાલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે ૧૪ એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી,  ટાલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ૪૨ જેટલાં ટાલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે ૧૪ એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને ૧૨૦ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે.

યુપી એસટીએફે મિર્ઝાપુરના અત્રૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝા પર દરોડા પાડ્યા બાદ ટાલ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, દેશના લગભગ ૪૨ ટાલ પ્લાઝા પર ગેરકાયદેસર ટોલ વસૂલાત ચાલી રહી હતી.

જેમાં સરકારને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટાલ પ્લાઝા પર FASTTAG વગર અથવા પ્રતિબંધિત FASTTAG વાળા વાહનો પાસેથી એજન્સી કર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં હતા.

સમગ્ર મામલે એજન્સી વિરૂદ્ધમાં કેસ દાખલ કરવાની સાથે એજન્સીઓને નોટિસ પણ ફટકારવામાં કરવામાં આવી હતી. જ્યારે ટાલ કૌભાંડને લઈને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ત્રણ સભ્યોની તપાસ સમિતિની પણ રચના કરી છે.

સરકારનો દાવો છે કે, ઈલેક્ટ્રોનિક ટાલ કલેક્શન (ઈ્‌ઝ્ર) સિસ્ટમમાં કોઈ ખામી ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેમાં ૯૮ ટકા ટાલ સંગ્રહ ઈ્‌ઝ્ર સિસ્ટમમાંથી થયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, એજન્સીઓ નોટિસનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી, કાર્યવાહી કરીને જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્્યો અને ડિપોઝિટ પણ જપ્ત કરી હતી.

જ્યારે હવે આ તમામ ટાલ પ્લાઝા પર ટાલ લેવા માટે અન્ય નવી એજન્સીઓને કામ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, મંત્રાલયે સંસદને જાણ કરી છે કે સચોટ ડેટા એકત્રિત કરવા માટે મુખ્ય ટાલ પ્લાઝા પરનો ઉપયોગ કરીને ઓડિટ કેમેરા લગાવવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

સરકાર દ્વારા સંસદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખોટી રીતે ટાલ વસૂલવા બદલ ૨૦૨૪માં ૧૨.૫૫ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ખોટી ટાલ વસૂલાતના કેસોમાં અત્યાર સુધીમાં સંબંધિત એજન્સીઓ પર ૨ કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખોટા ટાલ વસૂલાતની જાણ કરવામાં આવી હતી. કુલ ૪૧૦ કરોડ ફાસ્ટટેગ વ્યવહારો થયા હતા, જે તમામ ફાસ્ટટેગ વ્યવહારોના ૦.૦૩ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.