ટોલ ટેક્સમાં 10-15% સુધીનો વધારો થવાની શક્યતા
નવી દિલ્હી, વધતી જતી મોંઘવારીના આ સમયમાં સામાન્ય જનતાને વધુ એક ઝટકો લાગી શકે છે. આગામી મિહને ટોલ ટેક્સમાં વધારો થઈ શકે છે. જેનાથી હાઈવે અને એક્સપ્રેસવે પર દોડતા વાહનોને મોંઘવારીનો સામનો કરવાનો વારો આવી શકે છે. Toll tax is likely to increase by 10-15%
NHAIના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ મામલે તૈયારી પણ કરી ચૂક્યું છે અને આગામી મહિને તેને લાગુ પણ કરવામાં આવી શકે છે.
રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ ૨૦૦૮ મુજબ, શુલ્ક દરોમાં દર વર્ષે ૧ એપ્રિલથી સુધારો કરવામાં આવે છે. ટોલ ટેક્સમાં વધારો આ દિવસથી લાગુ થતો હોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, NHAI ટોલ ટેક્સમાં ૫-૧૦ ટકા સુધીની વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે.
એક રિપોર્ટ મુજબ, સુધારામાં ટોલ ટેક્સ દરોનો પ્રસ્તાવ NHAIની પરિયોજના અમલીકરણ એકમ દ્વાા ૨૫ માર્ચ સુધીમાં મોકલવામાં આવશે. જે બાદ માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા બાદ આ દર એપ્રિલથી લાગુ થઈ શકે છે. જેમાં કાર અને હલકા વાહનો માટે ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો થશે અને અન્ય ભારે વાહનોમાં ૧૦ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે.
NHAIના આ ર્નિણયથી એક્સપ્રેસવેની મુસાફરી પણ મોંઘી બનશે. અહીં પણ ટોલ ટેક્સના દરમાં વધારો થઈ જશે. હાલમાં એક્સપ્રેસવે પર ૨.૧૯ રુપિયા પ્રતિ કિમીના હિસાબથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. જેમાં લગભગ ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. સાથે જ માસિક પાસના દરોમાં પણ વધારો થઈ શકે છે.
મહત્વનું છે કે, ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પણ NHAIએ ટોલ ટેક્સમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે ૧૦-૧૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. નવા દર એક એપ્રિલથી સડક અને પરિવહન મંત્રાલયની મંજૂરી બાદ લાગૂ થઈ જશે.
રિપોર્ટનું માનીએ તો, કાર અને હળવા વાહનો પર પ્રતિ ટ્રિપ ૫ ટકા વધારે ટેક્સ લેવામાં આવશે અને ભારે વાહનો માટે ટોલ ટેક્સ ૧૦ ટકા વધારી શકે છે.
હાલમાં ટોલ ટેક્સ રેટ ૨૦૨૨માં નેશનલ હાઈવે પર ચાલનારા તમામ વાહનોના ટૈરિફના ભાવમાં ૧૦ રૂપિયા અને ૬૦ રૂપિયાનો વધારો કરતા ટોલ ટેક્સ રેન્જમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થઈ ગયો છે. હાલમાં એક્સપ્રેસ વે પર ૨.૧૯ રૂપિયા પ્રતિ કિમીના હિસાબથી ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. ૧૩૫ કિમી લાંબા, છ લેનના ઈસ્ટર્ન પેરફિરેલ એક્સપ્રેસ વે અને દિલ્હી મેરઠ એક્સપ્રેસવે પણ આ વર્ષે દરમાં વધારો કરશે.SS1MS