ટોંગામાં ૭.૩ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ગંભીર ચેતવણી
સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા
ટોંગા, ટોંગા સરકારે શુક્રવારે સુનામીનું એલર્ટ જાહેર કરતા રહેવાસીઓને ઊંચાણવાળા વિસ્તારોમાં જવા માટે કહ્યું છે. ટોંગા ૧૭૦થી વધારે દક્ષિણ પ્રશાંત દ્વિપનું એક પોલિનેશિયન સામ્રાજ્ય છે. તેની રાજધાનીથી લગભગ ૨૦૭ કિમી અંદર સમુદ્રમાં આવેલા ૭.૩ તીવ્રતાના ભૂકંપ બાદ ટોંગા સરકારે શુક્રવારે સુનામીની ચેતવણી આપી છે.
યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલિજિકલ સર્વે અનુસાર, ભૂકંપ ૨૪.૮ કિમીની ઊંડાઈ પર હતો, જે નેયાકૂના દક્ષિણ-પૂર્વમાં લગભગ ૨૦૭ કિમી પૂર્વમાં સમુદ્રમાં આવ્યા હતો. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ આપવામાં આવી છે.
તેમાં કહેવાયુ છે કે, ભૂકંપથી ખતરનાક સુનામીની લહેરો નીયૂ અને ટોંગાના તટ સાથે ભૂકંપનું કેન્દ્ર ૩૦૦ કિમીનું અંતર શક્ય છે. તો વળી ટોંગાની મૌસમ સેવાના નિવાસીઓની અંતર્દેશીય સ્થળાંતરિત કરવાની ચેતવણી આપી છે. સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા.
રસ્તા પર એકસાથે કેટલાય વાહનો આવવાથી અને પહેલા નિકળી જવાની હોડમાં કેટલીય જગ્યાએ જામ થયું હતું. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર અનુસાર, શુક્રવાર સવારે અમેરિકી સમોઆ માટે સુનામીની સલાહ પણ જાહેર કરવામા આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૧૮૬ માઈલની અંદર ભૂકંપ ખતરનાક સુનામીની લહેરો સંભવ છે. તેમાં ટોંગા, નીયૂ અને અમેરિકી સમોઆના તટ પ્રભાવિત થઈ શકે છે.