ફ્લુની સિઝનને મ્હાત આપતા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતા ફૂડ
સુરત: ચોમાસાની ઋતુ તેની સાથે અસંખ્ય આરોગ્ય પડકારો જેમ કે સામાન્ય શર્દી, પાચનની સમસ્યાઓ અને નબળી રોગપ્રતિકારતા લાવે છે. એમબીબીએસ (MBBS) અને ન્યૂટ્રીશનીષ્ટ ડૉ. રોહિણી પાટીલ (Dr. Rohini Patil) સુચવે છેકે પોષણથી સમૃદ્ધ વધુ સારા ફૂડ (ખાદ્યો) જેમ કે બદામ, હળદર, આદુ તમારી રોગપ્રતિકારક સિસ્ટમને મદદ કરી શકે છે અને તમને ઋતુગત ફેરફારો દરમિયાન સ્વસ્થ રાખી શકે છે. Top 8 Immunity-Boosting Foods to Beat the Flu Season
તેણી ચોમાસાની ઋતુમાં વિટામીન, ખનિજો અને એન્ટીઓક્સીડન્ટ્સથી ભરપૂર સારા ફૂડ સામાન્ય માંદગી રોકવામાં મદદ કરી શકે છે અને એકંદરે સુખાકારી માટે આવશ્યક પોષણો પૂરા પાડે છે. ચાલો આપણે ડૉ. રોહિણી દ્વારા વાતાવારણમાં ફેરફાર દરમિયાન નિયમિત ખોરાકમાં સમાવેશ કરી શકાય તેવા ભલામણ કરવામાં આવેલા સારા ખોરાક પર નજર નાખીએ.
બદામ: બદામમાં 15 જેટલા આવશ્યક સમૃદ્ધ પોષણો હોય છે જેમ કે આરોગ્યપ્રદ ચરબી, પ્રોટીન, જસત, મેગ્નેશિયન અને વિટામીન E, જે હૃદયના આરોગ્ય અને ઉર્જા સ્તરમાં વધારો કરે છે. બદામનો તમારા નિયમત ખોરાકમાં સમાવેશ કરવાથી ત્વચાનું સારુ આરોગ્ય જાળવી શકાય છે અને વજનને અસરકારક રીતે જાળવવામાં મદદ કરી શકે છે. એકંદરે જોઇએ તો તે તમારા નિયમિત ખોરાકમાં મુઠ્ઠીભર બદામનો ઉમેરો કરવો તે લાભકારક પ્રેક્ટિસ છે.
હળદરઃ હળદર કે જે એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો ધરાવે છે, તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ચેપને નાથે છે, જે ચોમાસાની ઋતુ દરમિયાન તમારા ખોરાકમાં સમાવેશ કરવાનું આવશ્યક બનાવે છે.
આદુઃ આદુ પાચન થવામાં ટેકો આપે છે, બળતરામાં ઘટાડો કરે છે અને સંભવિત એન્ટી બેક્ટેરીયલ ગુણધર્મો ધરાવે છે, જે તેને ઋતુગત ફેરફારો દરમિયાન સામાન્ય શર્દી અને ગળામાં સોજાને નાથવા માટે ઉત્તમ બનાવે છે.
લસણ: લસણમાં સમૃદ્ધ એલિસીનનો સમાવેશ થાય છે, રોગપ્રતિકારક કાર્યમાં વધારો કરે છે અને એન્ટીમાઇક્રોબાયલ અસરો ધરાવે છે, જે તેને ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન લાભકારક બનાવે છે.
ગ્રીન ટીઃ ગ્રીન ટી એન્ટીઓક્સીડન્ટ્સથી સમૃદ્ધ હોય છે, જે શરીરને ઝેરમુક્ત કરવામાં મદદ કરે છે અને ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે, જેને ચોમાસાની ઋતુમાં ઘણી વખત માઠી અસર થાય છે.
ખટાશવાળા ફળો: ખટાશવાળા ફળો જેમ કે નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળો વિટામીન Cથી સમૃદ્ધ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે આવશ્યક હોય છે અને ત્વચાના આરોગ્યમાં વધારો કરે છે, જે તેમને ઋતુગત સંક્રાતિ દરમિયાન મહત્ત્વના બનાવે છે.