Western Times News

Gujarati News

એક સાથે ભાજપના 6500 કાર્યકરોએ આ રાજ્યમાં પાર્ટી છોડી

Tripura BJP

હંગશા કુમારે ૬૫૦૦ કાર્યકારો સાથે છોડી પાર્ટી-ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો

નવી દિલ્હી,ત્રિપુરામાં સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમારે આદિવાસી આધારિત પ્રમુખ વિપક્ષી પાર્ટી તિપ્રાહા સ્વદેશી પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનમાં સામેલ થઈ ગયા. Top BJP Leader In Tripura Joins New Party with 6500 Tribal Supporters

ભાજપ અને તેમના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ના લગભગ ૬૫૦૦ આદિવાસીઓ સાથે, હંગશા કુમાર ઉત્તરી ત્રિપુરાના માનિકપુરમાં આયોજિત એક જાહેર રેલીમાં ટીઆઈપીઆરએમાં જાેડાઈ ગયા.

ટીઆઈપીઆરએ સુપ્રીમો અને ત્રિપુરાના પૂર્વ શાહી વંશત પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સહિત અન્ય લોકોએ જનસભાને સંબોધિત કરી જેમાં હજારો આદિવાસી પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો. તેમણે આ દરમિયાન ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે બધાનો સાથ બધાનો વિકાસ ફક્ત કહેવાની વાત છે.

જ્યારે અસલમાં તેનાથી ન તો આદિવાસ કે ન તો રાજ્યના બિન આદિવાસીઓ પર કોઈ અસર પડી છે. હંગશા કુમાર હાલમાં ૩૦ સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે, જેને એક મિની વિધાનસભા માનવામાં આવે છે. ટીટીએએડીસીમાં ભાજપના ૯ સભ્ય છે જેને ૬ એપ્રિલ ૨૦૨૧ની ચૂંટણીમાં ટીઆઈપીઆરએએ કબ્જાે કર્યો હતો.

જ્યારે ટીઆઈપીઆરએએ ગત વર્ષ રાજનીતિક રીતે મહત્વની ટીટીએએડીસી પર કબજાે કર્યો તો ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપુરામાં માકપાના નેતૃત્વવાળા ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ બાદ તે ચોથી મોટી રાજકીય તાકાત બની ગઈ.

હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી.

જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જાેઈએ કે ભાજપ કેમ છોડ્યો? આવેદન સોંપવા પર ટીઆઈપીઆરએ મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ કહ્યું કે ૨૦૧૮ અગાઉ ભાજપના ચૂંટણી વચનો છેલ્લા ૪.૫ વર્ષોમાં તેમના કામમાં જાેવા મળ્યા નથી.

તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૩માં ભાજપ ફરી ખોટા વચનો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના બે-ત્રણ ટોચના નેતા આગામી ૧૫ દિવસમાં મોથામાં જાેડાઈ જશે. બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ ૧૯૮૫માં બનેલી ટીટીએએડીસીનું ત્રિપુરાના ૧૦૪૯૧ વર્ગ કિમી ક્ષેત્રના બે તૃતિયાંશ ક્ષેત્રમાં અધિકાર ક્ષેત્ર છે

અને અહીં ૧૨,૧૬,૦૦૦ થી વધુ લોકોના ઘર છે જેમાંથી લગભગ ૮૪ ટકા આદિવાસી છે.હંગશા કુમાર હાલમાં ૩૦ સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.