ગાંધીનગરમાં મંજૂરી વગર નોનવેજનું વેચાણ કરનારાઓ પર કડક કાર્યવાહી કરાશે
ઝાડીમાં કે અન્ય જગ્યાએ બેસીને વેચાણ કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે, આ અંગે લિસ્ટ બનાવવામાં આવ્યું છે
ગાંધીનગર, ગાંધીનગરમાં જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેની સાથે કેટલાક ગેરકાયદેસર કાર્યોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. પાટનગરમાં મનફાવે ત્યાં નોનવેજનું વેચાણ કરવા બેસી જનારાઓની સામે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાઈસન્સ કે મંજૂરી વગર નોનવેજનું વેચાણ કરનારાઓની હવે ખેર નથી.
આ પ્રકારે નોનવેજનું વેચાણ કરીને આરોગ્યનું જાેખમ ઉભું કરનારા અને ધાર્મિક લાગણી દુભાવનારા સામે અનેક વખત રજૂઆતો પણ થઈ છે. હવે કેટલીક દુકાનોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમની સામે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિપોર્ટ મુજબ શેહરમાં ઝાડી વિસ્તાર અને સેક્ટરોમાં પાકી દુકાનો બનાવીને કે હાટડીઓમાં નોનવેજનું બેફામ વેચાણ કરનારાઓ સામે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર અને પાટનગર યોજના ભવન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન માલુમ પડ્યું કે શહેરના સેક્ટર-૨૧, ૨૪ અને ૨૯માં નોનવેજનું વેચાણ કરતી દુકાનો આવેલી છે. આ દુકાનો પાસે ફૂટ વિભાગનું લાયસન્સ ના હોવાની માહિતી સામે આવી છે. લાઈસન્સ ના હોવ છતાં આ રીતે વેચાણ કરીને આરોગ્યનું જાેખમ ઉભું કરનારા અને ધાર્મિક લાગણી દુભાવનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવા માટે ઘણી વખત રજૂઆત પણ કરવામાં આવી છે.
શહેરના સેક્ટર-૫માં આવેલા ઝ્રદ્ગય્ પંપની પાછળ ઝાડીઓમાં તથા સેક્ટર-૧૧ની ઝાડીમાં ચીકન અને મટનનું વેચાણ કરવામાં આવે છે. જેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૌખિક સૂચના આપીને ગેરકાયેદસર રીતે કરવામાં આવતા વેચાણને બંધ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે સેક્ટર-૨૧, ૨૪ અને ૨૯માં મંજૂરી વગર દુકાનોમાં નોનવેજનું વેચાણ કરનારાઓનું કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટ કલેક્ટર કચેરીમાં મામલતદાર જમીન ફાળવણીને સોંપવામાં આવ્યો છે. હવે આ દુકાનોની માલિકી સહિતની વિગતોની તપાસ કરવામાં આવશે અને ગેરકાયદેસર રીતે નોનવેજનું વેચાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. SS1DP