ટૂર્નામેન્ટ તો આવતી રહેશે, ટેરરિઝમ સૌથી મોટો મુદ્દો

નવી દિલ્હી, ભારતની પાકિસ્તાન અથવા કોઈ પણ દેશમાં ક્રિકેટ રમવાની સંભાવના પર વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદને ખતમ કરવા માટે પાકિસ્તાન પર નિરંતર આંતરરાષ્ટ્રીય પ્રેશર રહેવું જાેઈએ અને ભારતે આ પ્રેશર બનાવી રાખવાનું નેતૃત્વ કરવું પડશે.
જયશંકરે એક જાેરદાર અને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, સરહદ પાર આતંકવાદને ક્યારેય પણ સામાન્ય વાત ન સમજવી જાેઈએ. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન નહીં જવાની બીસીસીઆઈની ઘોષણા બાદ એશિયા કપ ૨૦૨૩ને લઈને બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે વિવાદને લઈને જયશંકરે કહ્યું કે, ટૂર્નામેન્ટ તો આવી જતી રહેશે અને આપ સરાકરનું વલણ જાણો છો, જાેઈએ આગળ શું થાય છે.
જયશંકર એક કાર્યક્રમમાં કહ્યું કે, હું ફરી વાર કહેવા માગું છું કે, આપણે એ ક્યારેય સ્વિકાર ન કરવો જાેઈએ કે, દેશ પાસે આતંકવાદને ચાલુ રાખવાનો અધિકાર છે. આપણે તેને ગેરકાયદેસર બનાવવાનું પડશે. અને તેના માટે દેશ પર આંતરરાષ્ટ્રીય પ્રેશર હોવું જાેઈએ.
આ પ્રેશર ત્યારે બનશે, જ્યારે આતંકવાદનો શિકાર લોકો પોતાનો અવાજ ઉઠાવશે. આપણે તેમાં નેતૃત્વ કરવાનું રહેશે, કારણ કે, આપણે આતંકવાદના કારણે લોહી વહાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વાર્ત ફરીથી શરુ થવાના મુદ્દા પર જયશંકરે કહ્યું કે, આ એક જટિલ મુદ્દો છે.
જાે હું આપના માથા પર બંદૂક મુકું તો શું આપ મારી સાથે વાત કરશો ? અને તેના નેતા કોણ છે, ક્યાં છે શિબિર ? તેના વિશે કોઈ રહસ્ય નથી.
આપણે એ ક્યારેય ન વિચારવું જાેઈએ કે, સરહદ પાર આતંકવાદ સામાન્ય બાબત છે. મને એકાદુ એવું ઉદાહરણ આપો જે એક પાડોશી બીજા વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજીત કરી રહ્યું હોય, આવું કોઈ ઉદાહરણ નથી. એક રીતે જાેવા જઈએ તો, આ વાત અસામાન્ય નહીં અસાધારણ છે. જયશંકરે કહ્યું કે, રશિયા અને યુક્રેન યુદ્ધમાં સરકાર પોતાના લોકોનો પક્ષ લીધો છે. આપણે આપણો લાભ જાેવાનો હતો.
અને અમુક દેશોએ પહેલા આગળ આવવું પડ્યું અને આપણે એકલા નથી, જે ફટાફટ સ્થિતિ કૂટનીતિક સમાધાન ઈચ્છે છે. દુનિયામાં લગભગ ૨૦૦ દેશ છે. જાે આપ તેમને પુછશો, મોટા ભાગના દેશો યુદ્ધ ખતમ કરવાની વાત કરશે, ભાવ ઘટે, પ્રતિબંધો હટે મને લાગે છે કે, પ્રધાનમંત્રી મોદી દુનિયા અને વિકાસશીલ દેશોનો અવાજ બની ગયા છે.SS1MS