RMCના ટાઉન પ્લાનરે મહિલા પોલીસ કર્મી પર લગ્નની લાલચે આચર્યુ દુષ્કર્મ

રાજકોટ, ઘટનાની મળતી જાણકારી મુજબ, રાજકોટ ભક્તિનગરમાં મહિલા પોલીસ કર્મચારીએ રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા વેસ્ટ ઝોનના એટીપી વિપુલ મનસુખભાઈ મકવાણા વિરુદ્ધ દુષ્કર્મ, મારપીટ અને બ્લેક મેઈલિંગની ફરિયાદ નોંધાવી છે. Town planner of RMC rapes a female policeman with the lure of marriage
મહિલા પોલીસ કર્મચારી અને મનપાના કર્મચારીની મુલાકાત ૨૦૧૮માં થઈ હતી. રાજકોટના રૈયા ચોકડી પાસે જ્યારે ડિમોલીશન ચાલી રહ્યું હતુ ત્યારે બંનેની મુલાકાત થઈ હતી. પ્રાથમિક પરિચયમાં આવ્યા બાદ વિપુલે મહિલાનો નંબર માંગ્યો હતો. નંબર માંગ્યા બાદ વિપુલે મહિલા પોલીસ કર્મચારી સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને તેમની 2-3 વખત વાતચીત પણ થઈ હતી.
આ દરમિયાન વિપુલે મહિલા પોલીસ કર્મી પાસેથી બંદૂકના લાઈસન્સ માટેનું ફોર્મ પણ મંગાવ્યુ હતુ. જાે કે, ૨૦૧૮માં વિપુલ અને મહિલા પોલીસ કર્મચારીની કોઈ ખાસ વાતચીત થઈ ન હતી.
૨૦૧૯માં જ્યારે મહિલા પોલીસ કર્મચારી બિમાર પડી અને વિપુલ મકવાણાને ખબર પડી તો તે સીધો હોસ્પિટલ પહોંચ્યો હતો અને તેણે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ થોડા દિવસ બાદ વિપુલે મહિલા પોલીસ કર્મીને ફોન કરીને લગ્ન માટે હા કે ના અંગે પૂછ્યુ પણ હતુ. જાે કે, ત્યારે મહિલાએ જવાબ આપ્યો ન હતો અને થોડા સમય બાદ આ અંગે વિચારીને જવાબ આપશે તેવુ જણાવ્યુ હતુ.
થોડા દિવસ બાદ મહિલાએ લગ્નના પ્રસ્તાવનો સ્વિકાર કર્યો હતો અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. ૨૦૨૧માં વિપુલના પિતાનું અવસાન થતા વિપુલે મહિલાને જણાવ્યુ હતુ કે, ૬ મહિના બાદ હું મારા પરિવારને લગ્ન વિશે વાત કરીશ.
આ દરમિયાન એક દિવસ વિપુલ અચાનક મહિલાના ઘરે પહોંચ્યો હતો અને શારિરીક સબંધ બાંધવાની માંગ કરી હતી. આપણે લગ્ન કરવાના જ છીએ તેમ કહીને વિપુલે મહિલા સાથે સબંધ બાંધી લીધો હતો અને ત્યારબાદ હોળીમાં પણ આ જ રીતે મહિલાને ફસાવીને સબંધ બાંધ્યો હતો. આ બાદ જ્યારે મહિલાએ લગ્ન અંગે પૂછ્યુ ત્યારે વિપુલે મહિલાને જવાબ આપ્યો હતો કે, હું હાલ UPSCની તૈયારી કરી રહ્યો છું તેમ કહીને લગ્નની વાત ટાળી દીધી હતી.
મહિલા પોલીસ કર્મી ફરિયાદમાં લખાવ્યુ હતુ કે, મારા અને વિપુલના સબંધની વાત તેના ભાઈ ભાભી અને માતા પિતા પણ જાણતા હતા. જાેકે, વિપુલ અવારનવરા લગ્ન ન કરવા પડે તે માટે બ્હાના કાઢતો હતો. આ દરમિયાન વિપુલ મહિલાને નાગેશ્વર લઈ ગયો હતો અને ત્યાં મારઝૂડ કરીને શારિરીક સબંધ બાંધતો રહ્યો હતો.
ત્યારબાદ રાજકોટ પરત આવીને વિપુલે મહિલાને લગ્ન કરવાની ના કહી હતી અને તેના અંગત ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે મહિલા પોલીસ કર્મચારીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.SS1MS