Western Times News

Gujarati News

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે

(એજન્સી)ગાંધીનગર, શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. ટીપી માટે ઝડપી અને પારદર્શી બને તે માટે ગાઈડલાઈનમાં ફેરફાર કરાયો છે. ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ માં નગર રચના યોજનાઓને લગતી જોગવાઇઓનો હાર્દ જળવાઈ રહે અને સદર અધિનિયમમાં ફેરફાર કર્યા સિવાય પુખ્ત વિચારણાને અંતે જાહેર હિતમાં સમુચિત સત્તામંડળ દવારા બનાવવામાં આવતી મુસદારૂપ નગર રચના યોજનાઓ અને નગર રચના અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવતી પ્રારંભિક નગર રચના યોજનાઓની સમગ્ર પ્રક્રિયા ઝડપી અને પારદર્શી બને તે માટે નીચે મુજબની કાર્યપદ્ધતિ અમલમાં લાવવા જાહેર જનતાના સુચનો આવકારવા આથી હુકમ કરવામાં આવે છે.

મુસદારૂપ નગર રચના યોજના બનાવવા માટેની પુર્વ તૈયારી રૂપે કરવાની થતી કામગીરી
૧. સમુચિત સત્તામંડળ દ્વારા જે વિસ્તારની નગર રચના યોજનાનો મુસદ્દો તૈયાર કરવાનું વિચારેલ હોય તે માટે તથા મુખ્ય નગર નિયોજકશ્રીનો હદ પરામર્શ મેળવવા માટે બોર્ડ બેઠકમાં/જનરલ બોર્ડમાં ઠરાવ કરવાનો રહેશે.
૨. સદર ઠરાવ થયેથી દિન – ૧૦ માં સમુચિત સત્તામંડળ દ્વારા સર્વે એજન્સીની નિમણુંક કરવાની રહેશે. કોઈપણ સત્તામંડળ/મહાનગરપાલિકામાં એમ્પેનલ સર્વે એજન્સી મારફતે સર્વે કરાવી શકાશે.

૩. સર્વે એજન્સી દ્વારા ટોટલ સ્ટેશન અને જી.પી.એસના ઉપયોગથી યોજના વિસ્તાર માટે અધ્યતન ટોપોગ્રાફિકલ સર્વે કરવાનો રહેશે. જેમાં કન્ટુર સર્વે (૫૦ સેન્ટિમીટર) સહિત હયાત ઇન્ફ્રાસ્ટ્રકચરની વિગતો, સંપાદનની વિગતો, એકત્રીકરણનો તકતો, ટિપ્પણ, માપણીશીટો, રેલવે લાઇન, નેશનલ/સ્ટેટ/ડીસ્ટ્રીકટ/વિલેજ રોડ, હયાત બાંધકામ, વોટરબોડી/વોટરકોર્સ/કેનાલ, હાઈટેન્શન લાઇન/ગેસલાઈન/ટેલિફોન લાઇન/ ઓપ્ટીક ફાઈબર લાઇન, ડ્રેનેજ મેનહોલ, ઝાડ, લાઇટના થાંભલા, ઇલેક્ટ્રીક લાઈન તથા યોજના વિસ્તારમાં અગાઉ લીધેલ બેન્ચમાર્ક વિગેરે જેવા કુદરતી તેમજ માનવ સર્જીત પરીબળો દર્શાવવાના રહેશે.

૪. સર્વે એજન્સી દ્વારા સર્વેની ડી.આઇ.એલ.આર.ના સહી સિક્કા સહની હાર્ડ કોપી (૧ઃ૨૦ ના સ્કેલનો નક્શો, ૧ઃ૪ ના સ્કેલના ડિટેલ નકશા તથા એરિયા પત્રક) તથા સોફ્ટ કોપી, વર્ક ઓર્ડર મળ્યેથી ૩૦ દિવસમાં સંબંધિત સમુચિત સત્તામંડળમાં રજુ કરવાના રહેશે.

૫. સમુચિત સત્તામંડળ દ્વારા સર્વે એજન્સીને માપણીના વર્ક ઓર્ડર આપવાની સાથે સાથે રેવન્યુ રેકર્ડ (૭/૧૨ ના ઉતારા, નમુના નં. ૨, નુમના નં. ૮) મેળવી માલિકી, સર્વે નંબર/બ્લોક નંબર, સત્તાપ્રકારની માહિતી દર્શાવતુ પત્રક યોજના વિસ્તારના છેલ્લા પાંચ વર્ષમાં થયેલ વેચાણની માહિતી, મુખ્ય નગર નિયોજકનો યોજનાની હદ પરામર્શ મેળવતા અગાઉ મેળવી/તૈયાર કરી લેવાની રહેશે. વધુમાં યોજના વિસ્તારમાં સમાવિષ્ટ તમામ જમીનમાલિકો/હિત સંબંધ ધરાવનારના ચોક્કસ નામ અને પુરતા સરનામાં, મોબાઈલ નંબર, ઈ-મેલ આઇડી મેળવી પત્રક સ્વરૂપે (હાર્ડ તથા સોફ્ટ કોપીમાં) તૈયાર કરવાના રહેશે. આ તમામ વિગતો પણ જે તે વેળાએ નગર રચના અધિકારીને પાઠવી આપવાની રહેશે.

૬. સમુચિત સત્તામંડળ દ્વારા દિન-૧૫ માં સર્વે એજન્સી દ્વારા સાદર કરેલ રેકર્ડની ચકાસણી કરી ડી.આઇ.એલ.આર. ના નિમતાણા માટે પાઠવી આપવાની રહેશે.
૭. સમુચિત સત્તામંડળ દ્વારા પાઠવેલ ૧ઃ૨૦ ના સ્કેલનો સર્વેનો નકશો, ૧ઃ૪ ના સ્કેલના ડિટેલ નકશા તથા એરિયા પત્રકની ચકાસણી કરી દિન-૨૦ માં ડી.આઇ.એલ.આર. દ્વારા સહી સિક્કા સહ, સર્વે નંબર/બ્લોક નંબર વાળી જમીનના આખરી કાયમ કરવાપાત્ર ક્ષેત્રફળ તથા હદના સ્પષ્ટ અભિપ્રાય સાથે નિમતાણુ પાઠવી આપવાનું રહેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.