ટોયોટાએ અમદાવાદમાં 5મી જનરેશનની સેલ્ફ-ચાર્જિંગ ઈનોવા હાઈક્રોસનું અનાવરણ કર્યું
અમદાવાદ : લાંબા સમયથી પ્રતિક્ષિત એવી પ્રીમિયમ MPV ઇનોવા હાઇક્રોસનું બુધવારે અમદાવાદમાં ડીજે ટોયોટા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઇનોવા હાઇક્રોસ ટોયોટા ન્યૂ ગ્લોબલ આર્કિટેક્ચર (TNGA) પ્લેટફોર્મ પર નિર્મિત 5મી જનરેશન સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સિસ્ટમ દ્વારા સંચાલિત છે. તે ભારતમાં તેના વૈવિધ્યસભર ગ્રાહકો માટે ટોયોટાના મલ્ટિ-પાથવે ઓફરના ભાગરૂપે, 23.24 કિમી પ્રતિ લિટરની શ્રેષ્ઠ ઇંધણ કાર્યક્ષમતા, ઝડપી પ્રવેગકતા, સરળ ગતિશિલતા અને ઉચ્ચ-રાઇડ ગુણવત્તા પ્રદાન કરે છે.
ઈનોવા હાઈક્રોસના સેફ્ટી પેકેજમાં ટોયોટા સેફ્ટી સેન્સ (TSS)નો સમાવેશ થાય છે, જે ભારતમાં વેચાઈ રહેલા કોઈપણ ટોયોટા મોડલ માટે પ્રથમ છે. ખાસ વિશિષ્ટ રીતે ડિઝાઈન કરેલ વાહન SUVની સપ્રમાણતાને MPVની વિશાળતા સાથે જોડે છે.
ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ રાજ જોઈસરે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં બહુપ્રતિક્ષિત ઇનોવા હાઇક્રોસનું અનાવરણ કરવા માટે અમે રોમાંચિત છીએ. ઇનોવા હાઇક્રોસને પ્રદર્શિત કરવામાં આવે તે પહેલા જ તેનો પ્રતિસાદ ઉમદા અને અદ્ભુત રહ્યો છે. ઇનોવા હાઇક્રોસ માટે બુકિંગ રૂ. 50,000 ની ટોકન રકમ સાથે ખુલ્લું છે.
કૌટુંબિક જરૂરિયાતો માટે ડિઝાઇન કરવામાં આવેલી, નવી ઇનોવા હાઇક્રોસ એ દરેક પ્રસંગ માટે ગ્લેમર, મજબૂતી, આરામ, સલામતી અને અદ્યતન ટેક્નોલોજી પ્રદાન કરતું વાહન છે. તે પર્યાપ્ત જગ્યા સાથે બેસ્ટ ડિઝાઇન ધરાવે છે જે બધાને આરામદાયક બેઠકનો શ્રેષ્ઠ અનુભવ આપે છે. આ બહુમુખી વાહન એવા પરિવારો માટે છે જેઓ એક એવું વાહન ઇચ્છે છે જે આડાઅવળા, ખરબચડા રસ્તાઓને સંભાળી શકે અને સહજ, થાક-મુક્ત ડ્રાઇવ પ્રદાન કરી શકે.
સેલ્ફ-ચાર્જિંગ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ (SHEV) હોવાને કારણે, ઇનોવા હાઇક્રોસ 40% અંતર અને 60% સમય ઇલેક્ટ્રિક (EV) અથવા શૂન્ય-ઉત્સર્જન મોડમાં ચલાવવા માટે સક્ષમ છે.
આ સેગમેન્ટમાં ઈનોવા હાઈક્રોસની પ્રાથમિક સુવિધાઓમાં પેડલ શિફ્ટ, પાવર્ડ ઓટ્ટોમન 2જી પંક્તિની સીટો, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો, એર કંડિશનર (ડ્યુઅલ ઝોન – આગળ અને પાછળનો ઝોન), રીઅર રીટ્રેક્ટેબલ સનશેડ, ઈલેક્ટ્રોક્રોમિક ઈનર રીઅર વ્યુ મિરર, પાવર બેક ડોર અને ડ્યુઅલ ફંક્શન ડેટાઇમ રનિંગ લાઇટ (DRL) નો સમાવેશ થાય છે. તેનો 285 સેમીનો વ્હીલબેઝ આ સેગમેન્ટમાં સૌથી લાંબો છે.
ઇનોવા હાઇક્રોસમાં સખત અને મજબૂત બાહ્ય ડિઝાઇન છે. ઊભી બોનેટ લાઇન, એક મોટી હેક્સાગોનલ ગનમેટલ ફિનિશ ગ્રિલ, ઓટોમેટિક LED હેડલેમ્પ્સ, સુપર ક્રોમ એલોય વ્હીલ્સ અને વિશાળ બમ્પર તેના અત્યાધુનિક દેખાવને વધારે છે.
તેની આંતરિક ડિઝાઇન ખામીરહિત લક્ઝરી અને આરામ વ્યક્ત કરે છે. ઇનોવા હાઇક્રોસ, ભારતીય ગ્રાહકોની અનન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આંતરિક આરામ સુવિધાઓને પ્રાથમિકતા આપે છે. આ સ્ટાઇલથી કેબિનના સૌંદર્યમાં સુધારો થયો છે, જેમાં ડાર્ક ચેસ્ટનટ ક્વિલ્ટેડ લેધર સીટ સાથે સોફ્ટ-ટચ લેધર અને મેટાલિક ડેકોરેશન સાથે કેબિનની લાઇનિંગ કરવામાં આવી છે.
ઇનોવા હાઇક્રોસની કિંમત રૂ. 18.30 લાખથી રૂ. 28.97 લાખ(એક્સ-શોરૂમ) છે.
તે 3 વર્ષ/100,000 કિલોમીટરની વૉરંટી અને 5 વર્ષ/220,000 કિલોમીટર સુધીની વિસ્તૃત વૉરંટી, 3 વર્ષની નિઃશુલ્ક રોડસાઇડ સહાય, આકર્ષક ફાઇનાન્શિયલ(નાણાકીય) યોજનાઓ અને 8 વર્ષ/160,000 કિલોમીટરની હાયબ્રીડ વૉરંટી દ્વારા શાનદાર ટોયોટા અનુભવ પ્રદાન કરે છે.