Western Times News

Gujarati News

રમકડાંનું વેચાણ કરતી દુકાન ઉપર માનક બ્યુરોના દરોડા

પ્રતિકાત્મક

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર અમદાવાદમાં એક દુકાનમાં છાપો માર્યો હતો. દરમિયાન માર્કા વિનાના ૩૦૦થી વધારે રમકડાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યાં હતા. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક મોલમાં ત્રીજા માળે રમકડાંની દુકાન આવેલી છે. આ દુકાનમાં માર્કા વિનાના રમકડાંનું વેચાણ થતું હોવાની ભારતીય માનક બ્યુરોને બાતમી મળી હતી. આ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વિનાના ૩૦૪ રમકડાં જપ્ત કરવામાં આવ્યા. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવું અથવા આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ ૨૦૧૬ના અનુચ્છેદ ૧૭ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.