સંબંધોનો વેપાર, જાપાનમાં મળે છે ભાડેથી ગર્લફ્રેન્ડ

નવી દિલ્હી, કાયદેસર રીતે આપ ગર્લફ્રેન્ડ ભાડે લઈ શકશો, હાલમાં જ આવી એક સર્વિસે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે. એવું કહેવાય છે કે, જે લોકો પહેલા ક્યારેય કોઈ સંબંધમાં નથી રહ્યા, તેઓ આવી સેવાઓ લેવાની સંભાવનાઓ સૌથી વધારે છે. અને આ સેવાને લેવા માટે આપને વધારે ખર્ચ કરવાની પણ જરુર નથી.
તે ફક્ત ૩૦૦૦ રૂપિયામાં આપ આ ગર્લફ્રેન્ડને નોકરી પર રાખી શકશો. સંબંધની કોઈ ઝંઝટ નહીં, કોઈ ટેન્શન નહીં. ફક્ત ગર્લફ્રેન્ડ જ નહીં, આપ આ વિશેષ એજન્સી સાથે પારિવારિક સંબંધોમાં કોઈ પણ કામ પર રાખી શકશો. અલગ અલગ સેવાઓ માટે અલગ ચાર્જ આપવો પડશે. પણ આપને આપની જરુરિયાત પહેલાથી બતાવાની રહેશે કે આપે કેવા પ્રકારના સંબંધી જાેઈએ છે.
તેની જરુરિયાતના આધાર પર આપની ગર્લફ્રેન્ડને હાયર કરવામાં આવશે અને કંપનીની અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. કંપનીએ કોઈ પણ જટિલતાથી બચવા માટે આ શરત આપવાની વાત કહી છે કે, આવી ગર્લફ્રેન્ડ નિશ્ચિત સમયની બહાર સંપર્ક ન કરવો જાેઈએ, તે નિયમનું પાલન કરવાનું રહેશે, કોઈ મોંઘી ગિફ્ટ આપી શકશો નહીં.
હવે સૌ કોઈની જિંદગીમાં ખૂબ જ વ્યસ્ત છે. આખો દિવસ વ્યસ્ત રહ્યા બાદ કોઈ પણ ટેન્શન વિના સંબંધ બનાવવામાં આજની પેઢી વચ્ચે લોકપ્રિય સેવા લેવા માટે કેટલાય લોકો આગળ આવી રહ્યા છે. આ સેવા જાપાનમાં આપવામાં આવે છે, જ્યાં ફક્ત ૬૦૦૦ યેન છે, ભારતીય રૂપિયામાં તે ૩૦૦૦ છે.SS1MS