ટ્રેડથી ટેકનોલોજી, ITથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને GATEથી સ્ટાર્ટ અપ સુધીની દરેક ઇન્ડસ્ટ્રીને અનુરૂપ વાતાવરણ

GCCIના વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE૨૦૨૫નો શુભારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો
(એજન્સી)અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી (જીસીસીઆઈ)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE૨૦૨૫’નો શુભારંભ કરાવ્યો હતો.
‘GATE૨૦૨૫’ના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ એક્સ્પોની મુલાકાત લઈને ટ્રેડ એÂક્ઝબિશન નિહાળ્યું હતું. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે કસ્તુરભાઈ શેઠ દ્વારા સ્થપાયેલી જીસીસીઆઈનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. છેલ્લાં ૭૫ વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જનતાના હિતો તથા કુદરતી આફતોમાં સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે.
જીસીસીઆઈ તેની ૭૫થી ૧૦૦ વર્ષની યાત્રાનો રોડમેપ તૈયાર કરીને ગુજરાતના વિકાસ સાથે તેને સંરેખિત કરીને આગળ વધે એમ જણાવીને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે ટ્રેડિંગ ચેઈનમાં ડિજિટલાઈઝેશન, યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્ટાર્ટ અપ સાથે જોડાણ,
પાયોનિયર ઇન્ડસ્ટ્રી સાથે આનુષાંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ સહિતની બાબતો વિશે આવનારા સમયમાં જીસીસીઆઈ આધુનિક અભિગમ સાથે કામગીરી કરે તથા સરકાર અને ઉદ્યોગો વચ્ચેની મહત્વની કડી બને અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપે તે અપેક્ષિત છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્જીસ્ઈથી સ્ટાર્ટ અપ સુધીની દરેક ઇન્ડસ્ટ્રીને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે.
દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ હંમેશા જીસીસીઆઈ અને ઉદ્યોગોને સાથે લઈને તેમના સૂચનોને પ્રાધાન્ય આપીને રાજ્યમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ સ્થાપેલું. તેમનું માનવું રહ્યું છે કે ઉદ્યોગો મજબૂત બને તો અર્થતંત્ર આપોઆપ મજબૂત બને છે, તેમની એવી વિચારધારાને ભૂપેન્દ્રભાઈ આજે સુપેરે આગળ ધપાવી રહ્યા છે તેનો આનંદ અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત આજે ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બન્યું છે એમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યની વિવિધ સીમાચિહ્નરૂપ ઉપલÂબ્ધઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી.
ટ્રેડ એક્સ્પો ‘GATE૨૦૨૫’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃત કાળમાંથી કર્તવ્ય કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. જીસીસીઆઈ પણ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે એ સુભગ સંયોગ છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ ટ્રેડ એક્સ્પોની થીમ ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એÂમ્બશન’ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતને ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ રાજ્યમાં વેપાર ઉદ્યોગોના વિકાસના સર્વગ્રાહી ઉદ્દેશ સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી.
જીસીસીઆઈએ સમયથી જ સરકાર અને વેપાર-ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બની છે. સરકારની નીતિઓ, પોલિસી અને બજેટ સહિતની બાબતો વિશે ઉદ્યોગોને માહિતગાર કરવામાં તથા ઉદ્યોગોના પ્રશ્નો સરકારના ધ્યાને લાવીને રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્થાપવામાં જીસીસીઆઈ હંમેશા કાર્યરત રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનોથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઊર્જા મળી છે. આજે વિશ્વભરની કંપનીઓ ભારતને ગ્લોબલ માર્કેટને બદલે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ઓટોમોબાઇલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇકવિપમેન્ટ્સ અને ટોયઝ મેન્યુફેક્ચરિંગ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં તેમજ સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી જેવા નવીન ક્ષેત્રોમાં રોજગારી સર્જન દ્વારા આજે ગુજરાત અને ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યા છે.
દેશની જીડીપીમાં ૮.૩ ટકા, કુલ નિકાસમાં ૩૧ ટકા અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ૧૮ ટકાના ફાળા સાથે ગુજરાતનું યોગદાન મહત્વનું છે.