બ્રાન્ડેડ કંપનીનો લોગો લગાવી નકલી વસ્ત્રો વેચતો વેપારી ઝડપાયો
અંકલેશ્વરમાં રૂા.ર.૭૮ લાખના કપડાંનો જથ્થો જપ્ત કરાયો
અંકલેશ્વર, અંકલેશ્વરની વાલીયા ચોકડી પર આવેલી ગારમેન્ટનીદુકાનમાં લેવીસ કંપનીના એકિઝકયુટીવ સ્ટાફે પોલીસને સાથે રાખી ચેકીગ કરી મોઘી અને નામી બ્રાન્ડેડ કંપનીના નકલી લોગો લગાવી ડુપ્લીકેટ કપડાં વેચાતા હોવાનો કારોબાર લેવીસ કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી દરોડા પાડી રૂપિયા ર.૭૮ લાખના ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાં મળી આવતા કોપી રાઈટ અને ટ્રેડમાર્કના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે.
અંકલેશ્વરની હરી ગારમેન્ટ દુકાનમાં લેવીસ કંપનીના ડુપ્લીકેટ કપડાં વેચતા વેપારી સામે ર.૭૮ લાખ નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરાવાયો હતો. અંકલેશ્વરની વાલીયા ચોકડી ઉપર આવેલા ઝોડીઆક કોમ્પલેક્ષમાં આવેલી હરી ગારમેન્ટનો માલીક બ્રાન્ડેડ લેવીસ પનીના અધિકારીઓ અને પોલીસની રેડમાં પકડાયો છે.
મુંબઈના દાદર ખાતે રહેતાં એકિઝકયુટીવ મેહુલ ધોલે લેવીસ કંપનીમાં ટ્રેડમાર્કસ પ્રોટેકશન તેમજ કોપી રાઈટ અંગેનું કામ કરે છે. તેઓએ પોતાની કંપનીના અન્ય સ્ટાફ અને અંકલેશ્વર શહેર પોલીસને સાથે રાખી હરી ગારમેન્ટ કંપનીમાં તપાસ કરાવી હતી.
દુકાનમાંથી લેવીસ કપનીના ડુપ્લીકેટ ૧૪૭ જીન્સ, ૩ર શર્ટ અને ૧પ ટી-શર્ટ મળી કુલ ર૪પ કપડાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી વેચાતા વેપારી ધર્મેશ ચૌહાણ ઝડપાઈ ગયો હતો. આ વેપારી ડુપ્લીકેટ લોગો લગાવી તે બ્રાન્ડનું જીન્સ રૂપિયા ૧૪૦૦ માં જયારે ટ્રેક ટી-શર્ટ અને શર્ટ રૂપિયા ૮૦૦ થી ૬૦૦માં વેચાણ કરતો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ મથકે લેવીસ કંપનીાના એકિઝકયુટીવ વેપારી સામે ટ્રેડમાર્ક અને કોપી રાઈટના ભગ બદલ લેવીસ કંપનીનો ડુપ્લીકેટ લોગો લગાડી કપડાં વેચવા બદલ પોલીસ ફરીયાદ નોધાવી હતી. પોલીસે ડુપ્લીકેટ લોગોવાળા રૂપિયા ર લાખ ૭૮ હજારના કપડાં કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.