લોકોના જીવને જોખમમાં મુકનાર જ્વલનશીલ પદાર્થનું વડોદરામાં બિન્દાસ્ત વેચાણ થતું હોવાનો ખુલાસો
અનાજનો વેપારી ટરપેન્ટાઇલ ૮૦ રૂપિયે લીટર લોકોને વેચી રહ્યા છે -અકોટામાં સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પકડાયા
વડોદરા, વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનથી અનાજ ના મળે, પરંતુ આ દુકાનમાંથી ટર્પેન્ટાઈન ચોકસ મળી જાય છે. અકોટા વિસ્તારના સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પકડાયા છે. બે વર્ષથી દુકાનદાર ટર્પેન્ટાઇલ વેચતો હોવાની માહિતી સામે આવતા પુરવઠા વિભાગ સામે સવાલ ઊભા થયા છે.
કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજની દુકાનદાર નવો કીમિયો અજમાવી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ટરપેન્ટાઈલ કે જે સ્ટવ સળગાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે તેનું જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. દુકાનદાર ભરત પ્રજાપતિ પોતાની સાથે સાથે લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે.
ત્યારે તેમના દ્વારા આ જવલનશીલ ટરપેન્ટાઈલ વેચવા માટે કોઈપણ પ્રકારની કોઈની પણ પાસેથી મંજૂરી લેવામાં આવી નથી અને તેઓ છેલ્લા કેટલાય સમયથી આ જ્વલંતશીલ પદાર્થ ટર્પેન્ટાઈલનું વેચાણ કરી રહ્યા છે.
વેપારી ટરપેન્ટાઇલ ૮૦ રૂપિયે લીટર લોકોને વેચી રહ્યા છે. ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવતા ચેકિંગ અને ઓડિટ પર પણ અનેક સવાલ ઊભા થયા છેપસસ્તા અનાજની દુકાનદારને જોઈને આસપાસના પ્રોવિઝન સ્ટોર સંચાલકો પણ આ ટર્પેન્ટાઇલ વેચવા લાગ્યા છે.
પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી ૭૦ લીટર ટર્પેન્ટાઇલ જપ્ત કર્યું, જ્યારે પોલીસે પણ પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં દરોડા પાડી ટાર્લેન્ટાઇલ ભરેલા બે કેરબા જપ્ત કર્યાપપુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક પુરવઠા નિરીક્ષક સહિત ત્રણ અધિકારીઓને સસ્તા અનાજની દુકાન પર તપાસ માટે મોકલવામાં આવ્યા.
જોકે પુરવઠા અધિકારી દુકાન પર પહોંચે તે પહેલા જ દુકાનદાર દ્વારા પુરવઠો સગેવગે કરી દેવામાં આવ્યો હતો. પરંતુ અધિકારી દ્વારા દુકાનદારનું નિવેદન લઈ સગેવગે કરેલ તમામ કેરબા પરત મંગાવી જથ્થો સીઝ કર્યો હતો.
પુરવઠા નિરીક્ષકે કહ્યું કે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે દુકાનદાર ટર્પેન્ટાઇલ વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે જેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને કરીશું. જિલ્લા પુરવઠા અધિકારી રિપોર્ટ આધારે કાર્યવાહી કરશે. જ્યારે પોલીસે પ્રોવિઝન સ્ટોર પરથી જપ્ત કરેલ ટર્પેન્ટાઇલ તપાસ માટે હ્લજીન્ માં મોકલ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વની વાત છે કે વડોદરામાં શહેર જિલ્લામાં કુલ પુરવઠા વિભાગના હાથ નીચે ૭૫૦થી લઈ ૮૦૦ જેટલા દુકાનદારો છે કે જે લોકો સુધી અનાજ પહોંચાડે છે. ત્યારે આ તો એક દુકાનદારની વાત ધ્યાને આવી છે તો પુરવઠા વિભાગ લોકોના હિતને ધ્યાને રાખી અન્ય દુકાનદારોને ત્યાં પણ તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.