વેપારીને ભાગીદારીમાં ધંધો કરવો ભારે પડયોઃ જાણ બહાર 37 કરોડના ટ્રાન્ઝેકશન

ભાવનગરના શખ્સે જીએસટી નંબર અને બેંક એકાઉન્ટ મેળવી બનાવટી બીલ બનાવ્યા, યુવાને પોલીસ ફરિયાદ નોધાવી
જામનગર, જામનગરમાં કૈલાશ નગર વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા મીત રસીકભાઈ ગડારા નામના વેપારીએ પોતાની સાથે ભાગીદારીમાં ધંધો કરવાના બહાને પોતાના જીએસટી નંબર અને બેક એકાઉન્ટ વગેરે મેળવી ૩૭ કરોડ બેનામી વ્યવહાર કરી નાખી પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવા અંગે મુળ જામનગરના નુરી ચોકડી વિસ્તારના રહેવાસી અને હાલ ભાવનગર રહેતા હનીફ શેખ સામે ફરીયાદ નોધાવી છે.
પોલીસ ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મીત રસીકભાઈ પોતાની બ્રાસની પેઢી બનાવી હતી અને ધંધો કરતા હતા પરંતુ તેઓએ કામ બંધ કરી દીધું હતું. અને છેલ્લા કેટલાક સમયથી તેઓની પેઢીમાં કોઈ વ્યવહાર થયા ન હતા.
દરમ્યાન આરોપી હનીફ શેખ તેનાસંપર્કમાં આવ્યો હતો. અને ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરતા મિત્ત પટેલે પોતાના બેંક એકાઉન્ટ અને જીએસટી નંબર સહીતના કાગળો અને ચેક જી.એસ.ટીના ડોકયુમેન્ટ આપ્યા હતા.
અને પોતે જામનગરથી ભાવનગર રહેવા ચાલ્યો ગયો હતો. જેની સાથે ટેલીફોનીક વાતચીત કરતાં હાલ મંદી છે. એટલે થોડા સમય પછી ધંધો શરૂ કરશે તેમ કહી સમય કાઢયો રાખ્યો હતો.
ત્યારબાદ તેણે મીતના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. તેમજ પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. જેથી ફરીયાદી યુવાનને શંકા જતાં તેણે પોતાનું
ખાતાનુું બેક એકાઉન્ટ તપાસ્યું હતું. જે તપાસણી દરમ્યાન તેના ખાતામાંથી ૩૭ કરોડના બેનામી વ્યવહારો થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી મામલો પંચકોચી બી.ડીવીઝન પોલીસ મથકમાં પહોચ્યો હતો. અને હનીફ શેખ સામે છેતરપીડીની ફરીયાદ નોધાવાઈ છે.