વેપારીઓ હવે માત્ર સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે

AI Image
નવી દિલ્હી, વેપારીઓ હવે સાત દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જોખમી બિઝનેસના કિસ્સામાં બિઝનેસ સંકુલના રૂબરુ વેરિફેકશનના ૩૦ દિવસમાં રજિસ્ટ્રેશનની અરજી પ્રોસેસ કરાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ આ નવી ડેડલાઇન નિર્ધારિત કરી છે. કેટલાંક ફિલ્ડ અધિકારીઓ કાલ્પનિક સવાલો કરીને બિનજરૂરી દસ્તાવેજો માગતાં હોવાનું અવલોકન કરીને સીબીઆઈસીએ દસ્તાવેજોની એક યાદી બનાવી છે.
અધિકારીઓ હવે આ યાદીમાં સમાવેશ કરાયેલા ડોક્યુમેન્ટ્સ જ ઓનલાઇન માંગી શકશે. જીએસટી રજિસ્ટ્રેશન મંજૂર કરવાની નવી સૂચના જારી કરતાં બોર્ડે જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન અરજી પ્રોસેસ કરતી વખતે અધિકારીએ આ ડોક્યુમેન્ટની ઓરિજનલ ફિઝિકલ કોપી માગીને પ્રશ્નો કરવા જોઇએ નહીં. જીએસટી રજિસ્ટ્રેશન મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોવાની ઘણી ફરિયાદો મળી છે.
ખાસ કરીને અધિકારીઓ બોર્ડે નિર્ધારિત કરેલા નથી તેવા વધારાના ડોક્યુમેન્ટ્સ માગતા હોય છે. પ્રિન્સિપલ પ્લેસ ઓફ બિઝનેસના દસ્તાવેજોના સંદર્ભમાં, અરજદારે કોઈપણ એક દસ્તાવેજ અપલોડ કરવો પડશે.
તેમાં પ્રોપર્ટી ટેક્સની રસીદ અથવા મ્યુનિસિપલ ખાતાની નકલ અથવા માલિકના વીજળી બિલની નકલ અથવા પાણી બિલનો સમાવેશ થાય છે. જો ભાડાની જગ્યા હશે તો અરજદારે પીપીઓબી સંબંધિત કોઈપણ એક દસ્તાવેજ સાથે માન્ય ભાડું/લીઝ કરાર અપલોડ કરવો પડશે.SS1MS