Western Times News

Gujarati News

ટ્રાફિકનું ચલણ ભરવા માટે મેસેજ આવે તો ચેતી જજો !!

cyber crime

અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો -અયોગ્ય વેબ સાઈટ કે, ખોટી લિંક પર ક્લિક કરી દેશો તો ચલણ ભરવાના બહાને ઠગાઈનો ભોગ બની શકો છો

અમદાવાદ, અમદાવાદીઓ જાે તમે અમદવાદ પોલીસના ચલણ ઓનલાઈન ભરો છો, તો થોડા સાવધાન થઈ જજાે, કારણ કે, અયોગ્ય વેબ સાઈટ કે, ખોટી લિંક પર ક્લિક કરી દેશો તો ચલણ ભરવાના બહાને ઠગાઈનો ભોગ બની શકો છો. Traffic Challan Scam Ahmedabad

ઓનલાઈન ઠગાઈ કરતા ક્રિમિનલોએ એક નવો જ કિમિયો અપનાવ્યો છે, જેમાં ક્રિમિનલોને મહેનત ઓછી અને કમાણી મોટી થશે પરંતુ તમારા પૈસા એર જટકે ઉડી જશે અને ચલણ પણ ભરાશે નહીં. અમદાવાદ પોલીસના ચલણના નામે ઠગાઈનો નવો કિમીયો અપનાવ્યો છે.

પોલીસના ચલણના નામે ઠગાઈ કરનારોથી સાવધાન કરવા માટે અમદાવાદ શહેર પોલીસે નાગરિકોને સચેત કર્યા છે. અમદાવાદ શહેર પોલીસે ચલણ ભરવા માટે આવતા મેસેજ બાબતે ધ્યાન ન આપવા સૂચન કર્યા છે. અમદવાદ પોલીસના Official Twitter Account પર એક ટ્‌વીટ કરી નાગરિકોને જાગૃત કર્યા છે અને જણાવ્યું છે

પોલીસ વિભાગનો ચલણ ઓનલાઈ ભરતી વખતે સાવધાની રાખો અને સચેત રહો જે પોલીસની ઓફિસિયલ વેબ સાઈટ પર જઈને જ ભરો તેમજ ખોટા મેસેજથી દૂર રહો.

આ સમગ્ર મુદ્દે સાયબર ક્રાઈમના ડ્ઢઝ્રઁ અજીત રાજ્યને જણાવ્યું કે, અમુક ઈ ચલણના નામે કૌભાંડ કરતા હોય તો તેનાથી સાવચેત રહેવું અને કોઈ નવા નંબરથી કોલ આવે અને કહે કે, ઈ ચલણ ભરવું છે ? તો તેનાથી સાવધાન રહેવું કેમ કે, પોલીસ ઈ ચલણ ભરવા માટે ક્યારે કોલ કરતી નથી.

તેમણે કહ્યું કે, પોલીસની ચલણવાળી વેબસાઈટ છે તે વેરિફાઈડ છે અને તેમાં કઈ જગ્યાનો ચલણ છે તે અને ફોટા સહિત વિગતો બતાવે છે અને ઠગાઈ કરાય તે વેબસાઈટ પર એવું કઈ જાેવા મળતું નથી એટલે એવી બાબતો નાગરિકોને ચકાસવી જાેઈએ તેમજ આપણે સૂઝ બુઝથી જાેઈએ તો પણ એ વેબસાઈટ પરથી ખ્યાલ આવી જાય કે, આ ફેક હશે. અને આવી રીતે ઠગાઈના ઘણા કિસ્સાઓ બન્યા પણ છે.

અમદાવાદ શહેર પોલીસના નામે ચલણ ભરવાના નામે ઠગોએ ઓનલાઈન ઠગાઈ કરવાનો એક નવો જ રસ્તો અપનાવ્યો છે. જેમાં લોકોને વ્હોટ્‌સએપમાં ઓનલાઈન ચલણના નામે મેસેજ અથવા કોલ કરવામાં આવે છે અને જે મેસેજમાં એક લિંક પણ હોય છે જેમાં ચલણ ભરવાનું દર્શાવવામાં આવ્યું છે જે મારફતે નાગરિકોના પૈસા કાપી લે છે અને ઓનલાઈ ફ્રોર્ડ કરી લે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.