Western Times News

Gujarati News

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ

ટ્રેલર અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણનાં મોત

અમદાવાદ તરફ ચાર કિમી સુધી લાંબો ટ્રાફિક જામ થયો હતો, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી

અમદાવાદ, રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે.  પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. અહીં સવારે પોણા સાત વાગ્યાની આસપાસ ટ્રેલર અને આઈશર ગડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા. તો અકસ્માત બાદ હાઈવે પર ભયંકર ટ્રાફિક જામ થયો હતો.

અકસ્માતના પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. મહત્વનું છે કે, અકસ્માતના પગલે અમદાવાદ તરફ ચાર કિમી સુધી ટ્રાફિક સર્જાયો હતો. બનાવના પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

અકસ્માતના પગલે લાંબો સમય સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પણ ફસાયા હતા. પોલીસે ટ્રાફિકને હળવો કરવા માટે કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે, ગઈ સાતમી ફેબ્રુઆરીના રોજ લીંબડી રાજકોટ હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જે બાદ ચાર લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં અકસ્માતની જાણ પોલીસ અને ૧૦૮ એબ્યુલન્સને કરવામાં આવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો પણ કારમાં જ ફસાઈ ગયા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.