Western Times News

Gujarati News

ટ્રાફિક મેમોમાં કૌભાંડના આરોપી હેડ કોન્સટેબલના રિમાન્ડ દરમિયાન ૬૧ લાખ જપ્ત

ટ્રાફિક પોલીસે રૂ.૩ કરોડના મેમો ફાડ્યા

પલવલ, ટ્રાફિક મેમોમાં મોટાપાયે કૌભાંડના આરોપી હેડ કોન્સટેબલના રિમાન્ડ દરમિયાન ૬૧ લાખ રૂપિયા જપ્ત કરાયા છે. આરોપીને પછી બીજીવાર ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર લઈ જવાયો હતો.

આ દરમિયાન તેની પાસેથી ઘણી રકમ જપ્ત કરાઈ હતી. ડીએસપી વિજયપાલે જણાવ્યું કે આ રકમ આરોપીના ઘરેથી જપ્ત કરવામાં આવી છે. આરોપીએ ૩ કરોડ ૨૩ લાખ ૯ હજાર ૮૫૦ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. પોલીસ હવે ૨ કરોડ ૬૨ લાખ ૯ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે.

એટલું જ નહીં આ દરમિયાન તેણે ઈ-ચલણમાં પણ કૌભાંડ કરી મોટી રકમ જપ્ત કરી લીધી છે. જાેકે આરોપી હેડ કોન્સ્ટેબલે રિમાન્ડ દરમિયાન આખા કૌભાંડની વિગતો જણાવી દીધી હતી.

તેણે જણાવ્યું કે આ મેમો બ્રાન્ચ હેડ તરીકે કામ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ઘણા સમયથી કાર્યરત હતો. આ દરમિયાન તેણે ચલણની રકમ બેંક ખાતામાં જમા કરાવી ન હતી અને તે પોતાના અંગત કામ માટે લેતો હતો. તેવામાં બેંકમાં રૂપિયા જમા ન થયાની તપાસ ડીએસપી સંદીપ મોરને સોંપવામાં આવી હતી. લગભગ બે મહિના સુધી ચાલેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ચલણ વિન્ડો પર તૈનાત પોલીસકર્મીઓએ ઈ-ચલણની રકમની ઉચાપત કરી હતી.

આરોપીઓએ નકલી બેંક સ્ટેટમેન્ટ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ૩ કરોડ ૨૨ લાખ ૯૭ હજાર ૧૫૦ રૂપિયાની ઉચાપત કરી હતી. આ ઉપરાંત જૂન ૨૦૨૦માં વિવિધ પોસ્ટ સ્ટેશનોમાં ઈ-ચલણ મશીન દ્વારા ફાડવામાં આવેલા મેમોની રકમના ખાતામાં બે લાખ ૭૮ હજાર ૪૦૦ રૂપિયા પણ જમા થયા ન હતા.

ઓગસ્ટ ૨૦૨૧માં ઈૐઝ્ર ઓમ્બીરે ૧૨ હજાર ૭૦૦ રૂપિયાની ઉચાપત કરી હતી. ડીએસપીએ જણાવ્યું કે મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ જનકની ૨૮ જૂને ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી આ ઘટનામાં વપરાયેલા મોબાઈલ અને ઉચાપત કરેલી રકમમાંથી રૂ.૬૧ લાખ મળી આવ્યા છે. બાકી રકમની વસૂલાત માટે બીજી વખત તેને ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

બીજા આરોપી ઓમ્બિરની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ આરોપીઓએ આ રકમ જુગારમાં વેડફી નાખી હોવાનું સૂત્રોનું કહેવું છે. જુગારમાં હારી ગયેલા પૈસાની વસૂલાત માટે પોલીસ જુગારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે જુગારીઓ પાસેથી અન્ય રકમની રિકવરી માટે આરોપીને બીજી વખત રિમાન્ડ પર લીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.