બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વકરી
અમદાવાદ, બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે. પાલનપુર શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ઓફિસ સમયે ટ્રાફિકજામથી કર્મચારીઓ હેરાન થઇ રહ્યા છે.
પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી. એરોમા સર્કલ, આરટીઓ સર્કલ, ગઠાંમણ સર્કલ, હનુમાન ટેકરી, આ તમામ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહનચાલકો રાહદારીઓ શહેરીજનો અને નાગરિકોને સતાવી રહી છે.
ઇમરજન્સીના સમયે, શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે અને ઓફિસના સમયે કર્મચારીઓઓને ટ્રાફિકજામથી હેરાન થવાનો વારો આવે છે. કારણ કે જે ભારે વાહનો પાલનપુર હાઇવે પરથી પસાર થાય છે અને આ ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે.
ત્યારે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે જલ્દીથી બાયપાસનું કામ થવું જોઈએ જેથી ટ્રાફિક સમસ્યા માંથી છૂટકારો મળે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી.
અમદાવાદથી રાજસ્થાન જતા મોટા અને ભારે વાહનો અને કચ્છ અને મુન્દ્રાથી રાજસ્થાન અને અમદાવાદ જતા ભારે વાહનોને કારણે પાલનપુરના ચાર સર્કલ પર ટ્રાફિક જામ થાય છે. જે કલાકો સુધી ટ્રાફિક રહેવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી હવે બાયપાસ એ જ ટ્રાફિક સમસ્યાનો એક માત્ર વિકલ્પ છે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે.
ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે ત્યારે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે જલ્દીથી બાયપાસનું કામ શરૂ થવું જોઈએ જેથી ટ્રાફિક સમસ્યામાંથી છૂટકારો મળી રહે.SS1MS