અત્યંત ભયજનક ૧૨ પુલો પર ટ્રાફિક બંધ કરાયો, પુનઃ બાંધકામ કરાશે
માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રાજ્યના ૩૫ હજારથી વધુ પુલોની સર્વેક્ષણ કામગીરી હાથ ધરાઈ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ –
ચકાસણીમાં જોખમી જણાયેલ પૈકી ૧૨૧ની મરામત કામગીરી પૂર્ણ, જ્યારે ૧૧૬ પુલોનુ મજ્બુતીકરણ કરાશે
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજ્યના ૩૫, ૭૩૧ પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા ૧૨૧ પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. Traffic was stopped on 12 extremely dangerous bridges, reconstruction will be done
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે ૧૨ પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. જ્યારે અન્ય ૧૨ પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ ૨૪ પુલોના પુનઃબાંધકામ માટે રૂ. ૧૪૫.૬૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
તેમજ ૧૧૬ પુલોનું રૂ. ૧૫૧.૪૧ કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે રૂ. ૨૯૭ કરોડ ફાળવવામાં આવેલ છે.