બુલઢાણામાં બે બસ સામ સામે ભટકાતા ૬ લોકોનાં કરુણ મોત
નવી દિલ્હી, મહારાષ્ટ્રના બુલઢાણામાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જિલ્લામાં શનિવારે એક ભયંકર અકસ્માત સર્જાતા છ લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. સામ સામે આવી રહેલી બે લક્ઝરી બસ અથડાતા આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં લગભગ ૨૦ જેટલાં મુસાફરો ઘાયલ થયા છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુઆંક વધે એવી પણ શક્યતા છે. તો ઘાયલોમાં પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત જિલ્લાના મલકાપુર શહેરની પાસે નેશનલ હાઈવે નંબર છ પાસે થયો છે. મલકાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, એક બસમાં સવાર લોકો અમરનાથ યાત્રા કરીને પરત ફરી રહી હતી. જ્યારે બીજી બસ નાગપુરથી નાસિક જઈ રહી હતી. ત્રણ વાગે આ ઘટના બની હતી.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પોલીસે અને સ્થાનિકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જાે કે, આ અકસ્માતમાં છ લોકોનાં ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. ઘટના બાદ રસ્તા પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ૨૦ જેટલાં લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ લોકોની હાલત ગંભીર છે. ત્યારે એવું પણ અનુમાન છે કે, આ મૃત્યુઆંક વધી પણ શકે છે. અકસ્માત શેના કારણે સર્જાયો એનું કોઈ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
આ દરમિયાન ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક જાેરદાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક શખસનું નોત નીપજ્યું છે અને ત્રણેક જેટલાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા મુજબ, નેશનલ હાઈવે નંબર ૯૧ પર આ ઘટના બની હતી.
જે વખતે આ દુર્ઘટના સર્જાઈ એ સમયે હાઈવે પર ખૂબ જ અંધારુ હતું. આ ઘટના બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ પણ બુલઢાણામાં અક્સમાત સર્જાયો હતો અને એ સમયે ૨૦થી વધુ લોકોનાં મોત નીપજ્યા હતા. આ લોકો દાઝીને મોતને ભેટ્યા હતા. ત્યારે વધુ એક અકસ્માતમાં છ લોકોનાં કરુણ મોત નીપજ્યા છે.SS1MS