પાણી ભરેલી ડોલમાં માસૂમ બાળકીનુ ડૂબી જવાના કારણે કરુણ મોત
ગાઝિયાબાદ, શહેરના સંજયનગર વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક વર્ષની બાળકી પાણી ભરેલી ડોલમાં ડૂબી ગઈ અને આશરે અડધો કલાક સુધીમાં પડી રહી હતી. પરિવારના સભ્યો તેને બેભાન અવસ્થામાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. મળેલી માહિતી પ્રમાણે, બાળકીના પિતા બોબી ટેક્સી ડ્રાઈવર છે, જે પોતાની પત્ની અને બાળકો સાથે સંજય નગર સેક્ટર ૨૩ના એક બ્લોક સ્થિત ગીતાંજલિ પબ્લિક સ્કૂલ પાસે રહે છે.
બુધવારે સાંજના સમયે તેના ઘરે મહેમાન જમવા આવ્યા હતા. આ દરમિયાન બાળકી રમતાં-રમતાં બાથરૂમ પાસે પહોંચી ગઈ હતી અને પાણીથી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. આશરે અડધો કલાક થયા બાદ તે ઘરમાં ન જાેવા મળતાં પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું હતું.
બાળકી આસપાસ ક્યાંય જાેવા ન મળતાં પરિવારના સભ્યોએ બાથરૂમમાં જાેઈને જાેયું હતું. જ્યાં બાળકી બેભાન અવસ્થામાં ડોલમાં પડી હતી. તેને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને સારવાર દરમિયાન જીવન સામેની જંગ હારી હતી.
હોસ્પિટલના ડો. યોગેન્દ્ર યાદવ અને પીડિયાટ્રિક ડો. અર્ચનાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, બાળકી પહેલાથી બીમાર હતી. તેને ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો. જેની સારવાર કોઈ પ્રાઈવેટ ક્લિનિકમાં ચાલી રહી હતી. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે, તેને પહેલાથી ત્રણ દીકરી હતી અને આઠ દિવસ પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો.
નવજાત બાળક અને માને મળવા માટે કેટલાક સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા. તેઓ જમી રહ્યા હતા જ્યારે બાળકી રમતાં-રમતાં બાથરૂમ પાસે પહોંચી ગઈ હતી અને આ ઘટના બની હતી. દીકરીનું નિધન થતાં તેના માતા-પિતાના રડી-રડીને ખરાબ હાલ થયા છે.
થોડા મહિના પહેલા ચૈન્નઈમાં આવી જ ઘટના બની હતી, જ્યાં પાણી ભરેલી ડોલમાં ડૂબી જવાના કારણે દોઢ વર્ષની બાળકીનું કરુણ મોત થયું હતું. આ ઘટના બની ત્યારે તેની માતા ઘર બહાર હતી. તેના પિતા સવારે કામ પર ગયા હતા અને બાળકી-માતા ઘરે એકલા હતા.
બપોર બાદ માતા કોઈ કામથી ઘર બહાર નીકળી હતી અને જ્યારે બહાર આવી તો બાળકી ક્યાંય જાેવા મળી નહોતી. જ્યારે તેણે શોધખોળ કરી તો તે ડોલમાં હતી. તેને તરત જ નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.SS1MS