ગુજરાતી ફિલ્મ “વિકીડાનો વરઘોડો” ફિલ્મનું ટ્રેલર લોન્ચ
‘વિકીડાનો વરઘોડો’ આ ફિલ્મનું ટ્રેલર હમણાં જ લોંચ થયું છે. તે જાેઈ લોકોમાં ફિલ્મ વિષે ઉત્સુકતા વધી છે, ખાસ કરીને ગુજરાતીઓમાં આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે. કારણ કે ટ્રેલર ફન અને એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર છે. Trailer launch of Gujarati movie “Wikidano Varghodo”
લગ્ન પહેલાનો માહોલ, ડર વગેરે વિષે તો ઘણી બધી ફિલ્મોમાં વાત થઇ હશે. પરંતુ આ ટ્રેલરનાં ખાસ પાત્રો અને એમની વિશેષ શૈલી આ ફિલ્મને અલગ બનાવે છે.
મલ્હાર ઠાકર અને શરદ પટેલની સુપરહિટ જુગલબંધી તેમની ધમાકેદાર હિટ ફિલ્મ ‘છેલ્લો દિવસ’પછી ઘણા વખત પછી મોટા પરદે આવી રહી છે. ‘છેલ્લો દિવસ’ ફિલ્મ આજ સુધીની ગુજરાતી સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર્સમાંની એક છે.
આ ફિલ્મ શરદ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે, જેમણે અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’ આ ફિલ્મો સર્જી હતી. ‘વિકીડા નો વરઘોડો’ આ ફિલ્મ રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા લિખિત, દિગ્દર્શિત અને સંપાદિત છે, જેમાં મલ્હાર ઠાકર, એમ મોનલ ગજ્જર, માનસી રાચ્છ અને જીનલ બેલાણી જેવા લોકપ્રિય ગુજરાતી સ્ટાર્સ છે. આ પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ છે.