રાજકુમાર અને વામિકા ગબ્બીની ‘ભૂલ ચુક માફ’નું ટ્રેલર લોંચ

મુંબઈ, ‘છાવા’ અને ‘સ્કાયફોર્સ’ની સફળતા પછી દિનેશ વિજાનનું મેડોક્સ એક બિલકુલ નવા વિષય સાથેની કેઓટિક રોમેન્ટિક કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યું છે. આ ફિલ્મ ‘ભૂલ ચુક માફ’નું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે.
જેમાં ફિલ્મની ઝલક જોવા મળે છે, રાજકુમાર રાવ પોતાના જીવનનાં સૌથી મહત્વના દિવસના વમળમાં એવો ફસાય છે કે તે આ દિવસમાંથી બહાર નીકળી શકે તેમ નથી અને તેના કારણે સંપુર્ણ અંધાધુંધી સર્જાય છે.
આ ફિલ્મ કરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની જોડી પહેલી વખત આ ફિલ્મમાં એકસાથે જોવા મળશે. ત્યારે તેમની વચ્ચેની કેમેસ્ટ્રી કેટલી જામે છે, તે જોવાનું પણ રસપ્રદ રહેશે.આ ફિલ્મની સ્ટોરી વારાણસીમાં આકાર લે છે.
રાજકુમાર રાવ એટલે કે રંજન પોતાની પ્રેમિકાના પરિવારને પ્રભાવિત કરવા માટે મુશ્કેલીથી એક સરકારી નોકરી મેળવે છે. તેના આ પ્રેમિકાના રોલમાં વામિકા ગબ્બી એટલે કે તિતલી છે. મુશ્કેલીથી બંનેના પરિવારો લગ્ન માટે રાજી થાય છે અને પરિવારો લગ્નની વિધીની તૈયારીઓમાં લાગી જાય છે. પરંતુ બિલકુલ લગ્નના દિવસ પહેલાં જ એક એવી સ્થિતિ ઉભી થાય છે કે બધું જ ખોટું થાય છે.
રાજકુમાર એક જ દિવસના લૂપમાં ફસાઈ જાય છે. તે ગમે તેમ ઇચ્છે તો પણ તે દરરોજ એક જ દિવસમાં ઉઠે છે, તેનાં જીવનનાં દિવસો આગળ વધતાં અટકી જાય છે.
ત્યારે રંજન એ શોધવાની કોશિશ કરે છે તેના જીવનમાં આવું થવાનું કારણ શું, મહાદાવે તેનાં જીવન પર પોઝનું બટન કેમ દબાવી દીધું છે, તે કઈ રીતે બધું સરખું કરી શકશે.મેડોક આ પહેલાં પણ ‘ઝરા હટકે ઝરા બચકે’, ‘લૂકા છૂપી’ જેવી નાના શહેરની અને પારિવારિક ફિલ્મ બનાવી ચૂક્યું છે. આ ફિલ્મ વિશે દિનેશ વિજાને કહ્યું, “જ્યારે ભારતના હ્રદય જેવાં નાનાં શહેરોમાંથી વાર્તા આવે છે, ત્યારે તે શ્રેષ્ઠ હોય છે.
ત્યારે આ ફિલ્મમાં નાના શહેરના બે સૌથી મોટા દબાણની વાત છે- એક છે સરકારી નોકરી મેળવવાની ઘેલછા, છોકરી અને નોકરી નાના શહેરના પરિવારમાં સૌથી મહત્વના હોય છે. રંજન અને તીતલી એકબીજાંનાં પ્રેમમાં ગળાંડૂબ છે. આ ફિલ્મ તમને હસાવશે અને કદાચ રડાવશે પણ ખરી. આ ફિલ્મ પારિવારીક લાગણીઓથી ભરપુર છે.” આ ફિલ્મ ૯મેએ થિએટરમાં રિલીઝ થશે.SS1MS