રણવીર સિંહની કોમેડી ફિલ્મ સર્કસનું ટ્રેલર રિલીઝ

મુંબઈ, હિટ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની અપકમિંગ કોમેડી ફિલ્મ સર્કસનું ટ્રેલર આવી ગયું છે. જે મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સ પર આધારિત છે. સર્કસમાં એક્ટર રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્લીન ફનાર્ન્ડિઝ, જ્હોની લીવર, સંજય મિશ્રા, વરુણ શર્મા મુખ્ય રોલમાં જાેવા મળશે.
ફિલ્મ ‘સર્કસ’ તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૩એ રિલીઝ થશે. બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની અપકમિંગ ફિલ્મ બ્લરનું ટ્રેલર આવી ગયું છે. ‘બ્લર’ એ એક હોરર થ્રિલર ફિલ્મ છે.
અજય બહલ ડિરેક્ટેડ ફિલ્મ ‘બ્લર’ એ સ્પેનિશ હોરર અને સાયકોલોજિકલ થ્રિલર જુલિયાસ આઈસ પર આધારિત છે. જે તારીખ ૯ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર રિલીઝ થશે. ‘બ્લર’માં એક્ટ્રેસ તાપસી પન્નુ સિવાય ગુલશન દેવિયાહ અને કૃતિકા દેસાઈ મુખ્ય રોલમાં છે. બોલિવૂડ એક્ટર વિકી કૌશલ હવે અપકમિંગ ફિલ્મ ગોવિંદા નામ મેરામાં કોમેડી કરતો જાેવા મળશે.
ગોવિંદા નામ મેરાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં વિકી કૌશલ સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ જાેવા મળશે. ગોવિંદા નામ મેરાના ટ્રેલરમાં કોમેડી અને સસ્પેન્સ જાેવા મળશે. શશાંક ખૈતાન ડિરેક્ટેડ ફિલ્મ ગોવિંદા નામ મેરાના પ્રોડ્યુસર કરણ જાેહર છે.
જે તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થશે. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ સલામ વેંકીનું ટ્રેલર આવી ગયું છે. ‘સલામ વેંકી’ ફિલ્મના ડિરેક્ટર એક્ટ્રેસ રેવથી છે કે જેમણે અગાઉ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મિત્ર માય ફ્રેન્ડ બનાવી હતી.
એક્ટ્રેસ કાજાેલ સ્ટારર ફિલ્મ ‘સલામ વેંકી’માં એવી યુવતીની વાર્તા છે કે જે જીવનમાં ઘણાં પડકારનો સામનો કરે છે. ‘સલામ વેંકી’ ફિલ્મ તારીખ ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ‘સલામ વેંકી’ ફિલ્મમાં એક્ટર કાજાેલ, વિશાલ જેઠવા, રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ મુખ્ય રોલમાં જાેવા મળશે.SS1MS