કોટા જંકશન પર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, મુસાફરોમાં ગભરાટ
કોટા, રાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જાે કે હજુ સુધી અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી.
આ ઘટના રાજસ્થાનના કોટા જંકશન રેલવે સ્ટેશન પાસે બની હતી.
જાેધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેનના અચાનક પાટા પરથી ઉતરી જવાથી મુસાફરો ભયભીત થઈ ગયા હતા અને ટ્રેન ઉભી રહેતા જ તેઓ કોચમાંથી બહાર આવી ગયા હતા. આ પછી લોકો પાયલટે નજીકના સ્ટેશન માસ્ટરને આ દુર્ઘટના વિશે જાણ કરી. ત્યારબાદ કોટા જંક્શનથી કર્મચારીઓની એક ટીમ બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. અધિકારીઓનું કહેવું છે કે જાેધપુરથી પેસેન્જર ટ્રેન ભોપાલ જઈ રહી હતી. આ અકસ્માત બાદ આ લાઇન પરથી પસાર થતી અન્ય ટ્રેનોને રોકી દેવામાં આવી છે.
ટ્રેન દુર્ઘટનાને લઈને એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયેલા જાેવા મળી રહ્યાં છે. ઉપરાંત મુસાફરોની ભીડ પણ જાેવા મળી રહી છે. SS2SS