વિજયનગર તાલુકામાં ૧૨૬ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની તાલીમ યોજાઈ
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ચાલતા જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના સ્કોલરશીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ત્રિગુણાબેન પંડયા
અને જીલ્લા ટીચર્સ ટ્રેનિંગ કો.ઓ. શૈલેષભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ વિજયનગર તાલુકાની ૧૨૬ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની એક દિવસીય તાલીમનું આયોજન બીઆરસી ભવન વિજયનગર ખાતે બી.આર.સી.કો.ઓ. ડો. કૌશિકભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના સ્કોલરશીપ, બેઝલાઈન સર્વે અંગે બીટ કે.ની. દીપકભાઈ પંચાલ અને જીતેશભાઇ શાહ પ્રમુખ મહેન્દ્રભાઈ નિનામા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળામાં સ્વછતા અને શાળા પુસ્તકાલય અંગે વિજયનગર તા.શા.નં. ૧ ના મુ.શી. કમલેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિજયનગર તાલુકા જીછજી નોડેલ કે.બી.પંચાલ દ્વારા શિક્ષકો-બાળકોની ઓનલાઈન હાજરી, સ્ડ્ઢસ્ હાજરી, વિવિધ પ્રકારના પત્રકો અંગે માહિતી આપવામાં આવી હતી. નિપુણ ભારત અંતર્ગત શાળા કક્ષાએ મળેલ ૨૪ અધ્યયન નિષ્પતિઓની બુકલેટ, બ્રોશર અને સંગીતના સાધનોની ખરીદી અંગે સરસવ જૂથ શાળાના મુ
.શી. જયદીપભાઈ શાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી. વિજયનગર તા.શા.નં. ૨ ના મુ.શી. દિલીપભાઈ દ્વારા ય્-૨૦ અંતર્ગત શાળા કક્ષાએ કરવાના વિવિધ કાર્યક્રમો અને દ્ગઝ્રઈઇ્ દ્વારા મળેલ ગણિત કીટનો ઉપયોગ કેવી રીતે શિક્ષણકાર્યમાં કરવો તે અંગે માહિતી આપવામાં આવી હતી.
સીઆરસી કો.ઓ. જયેશભાઇ પટેલીયા દ્વારા શાળામાં ચાલતા ટ્રાન્સપોર્ટશન અંગે માહિતી આપવામાં આવી હતી. સદર તાલીમમાં વિજયનગર તા.પ્રા.શિ.સંઘના પ્રમુખ, મંત્રી, સ્વૈછીક સંઘના પ્રમુખ, મંત્રી અને વિજયનગર તા.પ્રા.ટીચર્સ મંડળીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.