Western Times News

Gujarati News

મિચોંગ વાવાઝોડાના કારણે અમદાવાદથી ઉપડનારી ટ્રેનો રદ

(એજન્સી)અમદાવાદ, હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. ૪ ડિસેમ્બરની બપોર સુધીમાં તે આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે.

જે પછી તે ૫ ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત “માઈચોંગ” ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે. આ સિવાય ચક્રવાતને જાતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેન રદ કરી છે. તેમાંથી ૧૧૮ ટ્રેનો લાંબા રૂટની છે. જ્યારે તમિલનાડુમાં ૧૦૦ SDRF જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

કઈ ટ્રેનો થશે પ્રભાવિત? ઃ ૪ અને ૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૬૫૫ અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.૦૩ અને ૪ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર ૧૨૬૫૬ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

તોફાનના કારણે મધ્ય રેલવેએ ૩ થી ૭ ડિસેમ્બર વચ્ચે ચાલનારી ૧૪૪ ટ્રેન રદ કરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનૌ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી અને અન્ય રૂટ પર ચાલતી ટ્રેનને રદ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.