Western Times News

Gujarati News

ટ્રાન્સ મહિલાએ ૬૪ વર્ષીય પુરુષને કાર વડે કચડી નાખ્યો

નવી દિલ્હી, અમેરિકાના હ્યુસ્ટનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ટ્રાન્સ મહિલાએ ૬૪ વર્ષના એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી નાખી. આરોપી મહિલાએ પહેલા પુરૂષ પર કાર ચલાવી અને પછી તેને નવ વાર માર માર્યો.

આટલું જ નહીં, હત્યા કરતા પહેલા મહિલાએ પુરૂષને ઘણી વખત ચુંબન કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.સીસીટીવી ફૂટેજ બતાવે છે કે પીડિત સ્ટીવન એન્ડરસન તેના પડોશમાં ચાલી રહ્યો હતો ત્યારે તેને રસ્તા પર એક સફેદ કારે ટક્કર મારી હતી. આ પછી કાર ફરીથી સ્થળ પર આવી અને બીજી વખત એન્ડરસનને ટક્કર મારી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.ધ ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે શંકાસ્પદ ટ્રાન્સ મહિલા, કારેન ફિશર, થોડા સમય પછી ઘટનાસ્થળે પરત આવી અને એન્ડરસનના શરીરની ટોચ પર સૂઈ ગઈ. આ પછી મહિલાએ એન્ડરસનના શરીરને ઘણી વખત ચુંબન કર્યું. આ પછી તેણે ધારદાર છરી વડે નવ વખત હુમલો કર્યો.

જોકે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ ઘટના બાદ બીજી કારમાં ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કારમાં બેસી શકી નહીં. જેથી તે સ્થળ પરથી પગપાળા ભાગવા લાગ્યો હતો.

હેરિસ કાઉન્ટીના રેકોડ્‌ર્સ કહે છે કે ફિશર, એક ટ્રાન્સ મહિલા, ધરપકડ કરવામાં આવી હતી અને તેની પર હત્યા, ધરપકડથી બચવા અને હોસ્પિટલના કર્મચારીઓ પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.કોર્ટના રેકોર્ડમાં શંકાસ્પદને એક પુરુષ તરીકે વર્ણવવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેની ઓળખ એક મહિલા તરીકે કરી હતી.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેની ધરપકડ પહેલા, આરોપી ફિશરે ૨૦૨૩ માં એક કેસમાં ધરપકડ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ફિશર પર અગાઉ ૨૦૨૧ માં વેશ્યાવૃત્તિનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તે કેસ બરતરફ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આરોપી મહિલાને ૨૪ મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.