ગુજરાતના ટોચના ૭ IAS અધિકારીઓની ટ્રાન્સફર
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં હમણાંથી બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે સનદી અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં ફરી એકવાર રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીના સમાચાર મળી રહ્યા છે.
રાજ્યમાં ૭ સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈએએસ કમલ દયાણી, મનોજ કુમાર દાસ, આઈએએસ મોના ખંધાર, અશ્વિની કુમાર, આઈએએસ આરતી કંવર અને રાજકુમાર બેનિવાલની બદલી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પાંચ આઈએએસ અધિકારીઓની બદલી અને વધારોનો હવાલો સોંપાયો હતો. જેમાં આઈએએસ મનિષા ચંદ્રા, આઈએએસ કે એમ ભિમજીયાણીની બદલી કરાઈ હતી, જ્યારે એ કે રાકેશ તેમજ પી સ્વરૂપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ૨ સલાહકારને વધુ એક જવાબદારી સોંપાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં ૨ સલાહકારોને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મુખ્ય સલાહકાર તેમજ ભૂતપૂર્વ આઈએએસ હસમુખ અઢીયાને ગાંધીનગર ગીફ્ટ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે એસ.એસ.રાઠોડને સુરત ડ્રીમ સીટીનાં ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેમજ નિવૃત આઈએએસ રાજીવકુમારને ગુપ્તાને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. રાજીવકુમાર ગુપ્તા ગયા મહિને જ નિવૃત થયા હતા. જે બાદ સરકાર દ્વારા તેમને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટનાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.