ટ્રાન્સજેન્ડર અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચ પર કર્યો ખુલાસો
મુંબઈ, મલયાલમ સિનેમાની પ્રથમ ટ્રાન્સજેન્ડર અભિનેત્રી અંજલિ અમીરે જણાવ્યું કે એક મોટા અભિનેતાએ તેને ‘આનંદ’ વિશે ખૂબ જ અસ્વસ્થતાભર્યા પ્રશ્નો પૂછ્યા હતા.
જ્યારે શ્રુતિએ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી અને કહ્યું કે આવી જ એક ‘ઓફર’ને નકારવા બદલ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને પડતી સમસ્યાઓ અંગે હેમા કમિટીના રિપોર્ટે ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ઈન્ડસ્ટ્રીની મહિલા કલાકારોની હિંમત વધી ગઈ છે અને તેઓ પોતાના જાતીય સતામણીનો અનુભવ શેર કરી રહી છે. હવે ઈન્ડસ્ટ્રીની ટ્રાન્સજેન્ડર અભિનેત્રીઓ અંજલિ અમીર અને શ્રુતિ સિતારાએ તેમની સાથે બનેલી ઘટનાઓના અનુભવો શેર કર્યા છે.
મલયાલમ સિનેમાની પ્રથમ ટ્રાન્સજેન્ડર અભિનેત્રી અંજલિ અમીરે જણાવ્યું કે એક મોટા અભિનેતાએ તેને ‘આનંદ’ વિશે ખૂબ જ અસ્વસ્થતાભર્યા પ્રશ્નો પૂછ્યા હતા. જ્યારે શ્રુતિએ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી અને કહ્યું કે આવી જ એક ‘ઓફર’ને નકારવા બદલ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
અંજલિ અમીરે, માતૃભૂમિ સાથેની વાતચીતમાં, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મલયાલમ અભિનેતા સૂરજ વેંજારામુડુનું નામ લેતા એક અસ્વસ્થ ઘટનાનો અનુભવ શેર કર્યાે. અંજલિએ ૨૦૧૮માં ફિલ્મ ‘પેરામ્બુ’માં સૂરજ સાથે કામ કર્યું હતું, જેનો મુખ્ય હીરો મલયાલમ સિનેમા આઇકોન મામૂટી હતો.
સૂરજે અંજલિને પૂછવાનું શરૂ કર્યું કે શું ટ્રાન્સજેન્ડરો પણ મહિલાઓની જેમ ‘આનંદ’ અનુભવે છે? સૂરજના પ્રશ્નને સંપૂર્ણ રીતે પરેશાન કરનારો ગણાવતા અંજલિએ કહ્યું કે તેણે આ અંગે મામૂટીને ફરિયાદ પણ કરી હતી, ત્યારબાદ સૂરજ માફી માંગે છે. અંજલિએ કહ્યું, ‘હું એક મજબૂત વ્યક્તિ છું પરંતુ આ પ્રશ્ને મને ખૂબ ગુસ્સો કર્યાે. મેં તેને ચેતવણી આપી અને મામૂટી તેમજ ડિરેક્ટરને તેની ફરિયાદ કરી.
વેંજારામુડુએ માફી માંગી અને ફરી ક્યારેય મારી સાથે આવું બોલ્યા નહીં, જેની હું પ્રશંસા કરું છું. અંજલિએ કહ્યું કે તેણે પ્રોફેશનલ બાઉન્ડ્રી બનાવી છે અને ફિલ્મોની આફ્ટર પાર્ટીઝ ટાળે છે.
તેમના મતે આ વસ્તુઓએ તેમને શોષણથી બચાવ્યા છે. શ્રુતિ સિતારાએ ટ્રાંસજેન્ડર મહિલાઓ માટેની સ્પર્ધા ‘મિસ ટ્રાન્સ ગ્લોબલ’માં ભારતમાંથી પ્રથમ વખત જીતી હતી, તેણે પણ મલયાલમ ઉદ્યોગમાં હોવા અંગેના તેના અનુભવો શેર કર્યા હતા. તેણે કહ્યું કે કાસ્ટિંગ કાઉચ અને આવી અન્ય બાબતોને કારણે ઘણા નવા લોકો એક્ટર બનવાથી ડિમોટિવ થઈ જાય છે.
પોતાના અનુભવનું વર્ણન કરતાં શ્રુતિએ કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીમાં મારા ઘણા મિત્રો છે, પરંતુ હવે હું ઓછી ફિલ્મો કરી રહી છું કારણ કે મને સારા રોલ જોઈએ છે અને મેં કાસ્ટિંગ કાઉચનો ભાગ બનવાનો ઇનકાર કર્યાે છે. આવી આૅફરો નકારવા બદલ મને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે, પરંતુ પાછળથી પસ્તાવો ન થાય તે માટે મેં આ રસ્તો પસંદ કર્યાે છે.SS1MS