ટ્રાન્સરેલ લાઇટિંગનો IPO ગુરૂવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે
અમદાવાદ, 17 ડિસેમ્બર, 2024: ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ (“TLL” or “The Company”) ઇક્વિટી શેર્સના તેના આઇપીઓ સંદર્ભે બિડ/ઓફરનો સમયગાળો ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખોલશે અને તે સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે.
આઇપીઓમાં રૂ. 4,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના પ્રમોટર્સ પૈકીના એક અજન્મા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1,01,60,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Offer for Sale”)નો સમાવેશ થાય છે (“Promoter Selling Shareholder”).
કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો કેટલાક ફંડિંગ માટે ઉપયોગ કરવા માંગે છે જે આ મુજબ છેઃ (1) કંપનીની વધતી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે (2) કંપનીના મૂડી ખર્ચ માટે અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 410થી રૂ. 432 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 34 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 34 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ એ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ રહેશે.
ઇન્ગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (The “BRLMs”).
અહીં જણાવવામાં આવેલી પરંતુ ઉલ્લેખ ન કરાયેલી તમામ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા તથા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને SEBI ICDR રેગ્યુલેશન્સના નિયમન 6(1)ના અનુપાલનમાં કરવામાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહેલી જેમાં આ ઓફરમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,
એ શરતે કે અમારી કંપની સેબી બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”) ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત, નેટ ઓફરના લઘુત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને (Non-Institutional Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ઓફરના લઘુતમ 35 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી રૂ. 1.00 મિલિયન વચ્ચેની એપ્લિકેશન સાઇઝ વચ્ચેના બિડર્સ માટે અનામત રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ કેટેગરીઝ પૈકીની ગમે તે એકમાં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત (“ASBA”) ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે.
આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 401 પર “Offer Procedure” વાંચો.
Disclaimer: TRANSRAIL LIGHTING LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an આઇપીઓ of its Equity Shares and has filed the RHP dated December 10, 2024 with the RoC. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, on the websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.transrail.in and on the websites of the BRLMs, i.e., Inga Ventures Private Limited, Axis Capital Limited, HDFC Bank Limited and IDBI Capital Markets & Securities Limited at www.ingaventures.com, www.axiscapital.co.in, www.hdfcbank.com and www.idbicapital.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled ‘Risk Factors’ on page 31 of the RHP.